બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં સ્ટૉપલોસ 11710 રાખો: પ્રદીપ પંડ્યા

ના રોજ પ્રકાશિત Tue, 09, 2019 પર 08:26  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રદીપ પંડ્યાના મતે એફઆઈઆઈએસએ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં લોન્ગ વેચી શોર્ટ ખરીદ્યા. સ્ટોક ફ્યુચર્સમાં મોટા પાયે વેચવાલી કરી, લોન્ગ કવર કર્યા. ઈન્ડેક્સ પુટમાં કરી ખરીદી. પોઝિશન હેજ કરવા માટે કોલ રાઈટિંગ કર્યું. વીકલી ઓપ્શન રાઈટર્સે 11600એ 33% જેટલી પોઝિશન બંધ કરી. 11500 પર સૌથી વધુ પુટ બિલ્ડ થયા છે. અઠવાડિક અને માસિક એક્સપાયરી બન્નેમાં આ સંકેત છે.


નિફ્ટીમાં 11640 ઉપરના સ્તર જળવાયેલા રહે તે જરૂરી. જો નિફ્ટી 11640 પર ટકવામાં નિષ્ફળ રહે તો વેચવાલી કરો. નિફ્ટીમાં લક્ષ્યાંક રૂપિયા 11520/11530 અને સ્ટૉપલોસ 11710 રાખો. નિફ્ટી બેન્કમાં કોલ કરતા પુટની સંખ્યા ઘણી મોટી છે. 30,000 પર કોલનું બિલ્ટ અપ એક મોટો અવરોધ દર્શાવે છે. 29900-29950ની આસપાસ બેન્ક નિફ્ટીમાં વેચવાલી કરો. બેન્ક નિફ્ટીમાં લક્ષ્યાંક 29700/29600 અને સ્ટૉપલોસ 30050 રાખો.