બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટી, બેન્ક નિફ્ટીના ટેક્નિકલ ચાર્ટ પર નજર

ના રોજ પ્રકાશિત Wed, 26, 2019 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

આજના કારોબારી દિવસે ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11800 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 56 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.1 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આગળ માર્કેટની ચાલ કેવી રહેશે તે જાણીશું પેનોરમા ટેક્નિકલ્સના સીઈઓ અલ્પેશ ફુરિયા પાસેથી.

અલ્પેશ ફુરિયાનું કહેવુ છે કે બજેટ પાસેથી તો ઘણી બધી અપેક્ષાઓ છે. આ બજેટની અંદર મોદી સરકાર આવતા 5 વર્ષનો રોડમેપ તૈયાર કરશે. મોદી સરકાર વિકાસની વાત કરશે, વ્યાપારની વાત કરશે અને ઈન્ફ્રા સ્ટ્રક્ચર પર ઘણું બધુ બોલશે. તો આ બધા માંથી કાઢવાની એક જ વસ્તુ છે કે આ 5 વર્ષમાં  જે સરકાર ખર્ચો કરશે તે ક્યાંથી લાવશે તે જોવાનુ રહેશે. જો આ વસ્તુ બજારની સમજમાં આવી જાય અને ગળે ઉતરી જાય તો બજાર બલે બલે થઈ જશે.

અલ્પેશ ફુરિયાના મતે સરકાર જો બજેટ પ્રસ્તુત કરશે અને તે બજારના ગળે નહીં ઉતરે તો પછી કોઈ મુશ્કેલી આવી શકે છે. જો વિકાસની વાત કરો છો તો સામે તમે ટેક્સ વધારી નાખશો કે જે એલટીસીજીની વાતો થઈ રહી છે તેમાં કોઈ ફરક ના આવે નહી હટે અને એલટીસીજી જો વધી શકે છે તો કદાચ તે બજાર માટે મુશ્કેલી બની શકે છે.

અલ્પેશ ફુરિયાના મુજબ નિફ્ટી અને બેન્ક નિફ્ટીની વાત કરીએ તો હુ તેને બધી રીતે પોઝિટિવ માનુ છુ. જે દિવસે મોદી સરકાર જીતીને આવી અને ફરી સરકાર બની તે દિવસનો ચાર્ટ જોઈએ તો નિફ્ટી સ્પોર્ટમાં 11426/11592 આ લગભગ 160 પોઇન્ટનો ગેપ બન્યો એનાથી ઊપર ઓપન નહી. તેના પછીના સત્રને જોઈતો 15-20 સત્ર જેટલા પણ થઈ ગયા છે તે હાઈએસ્ટ તેની ઊપર જે ટ્રેડિંગ કરીએ છે. જ્યારે હંમેશા આટલુ મોટુ ગેપ બને તેને ટેક્નિકલ ભાષામાં રનઅવે ગેપ કહેવાય.

અલ્પેશ ફુરિયાનું માનવુ છે કે જો કરેક્શન ઊપરથી ચાલુ થયુ અને આ ગેપની અંદર પણ આવ્યા પરંતુ પુરેપુરૂ ગેપ ફીલ નાથયુ અને ફરી ઊપર જઈ રહ્યા છો તો તેનો મતલબ કે બજેટમાં કઈને કઈ પોઝિટિવ આવી શકે છે તેવુ બજાર એક્સપેક્ટ કરી રહી છે. જો નિફ્ટીની શોર્ટટર્મની વાત કરીએ તો 11850 એ મહત્વનું લેવલ છે. 11850 ની ઊપર નિફ્ટી જાય તો નિફ્ટી સ્પોર્ટ ક્લોઝ થઈ જાય છે. તો પછી બજારમાં આપણને વધુ મોટી રેલી જોવા મળી શકે છે.