બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 04, 2021 પર 08:59  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ADANI PORTS -
અદાણી પોર્ટ્સ ગંગાવરમ પોર્ટમાં ભાગ ખરીદશે. Warburg Pincusનો 31.5% ભાગ ખરીદશે. ₹1,954 કરોડ રૂપિયામાં થશે સોદો. GPLમાં પ્રમોટરનો 58% ભાગ ખરીદવા પર વાતચીત છે. અધિગ્રહણ બાદ કંપનીના માર્કેટ શેર 30% થશે. દેશભરના 12 પોર્ટ પર કંપનીનો વિસ્તાર થશે. કંપનીએ હાલમાં જ IBC હેઠળ Dighi Port ને ખરીદ્યું.

INFOSYS -
ઈન્ફોસિસ ને મોટી ડીલ મળી. ગૂગલ પાસેથી $500mની ડીલ મળી. ડેટા મેનેજમેન્ટ, ગ્રાહકોના અનુભવ વિશેનું કામ મળ્યુ. બિઝનેસ પ્રોસેસ રિક્વાયરમેન્ટ માટેનું કામ મળ્યુ છે. એનાલિસ્ટના માટે આ સૌથી મોટી ડીલ છે. ગૂગલની ડીલથી જગ્યા મજબૂત થશે.

HDFC -
HDFC એ લોન સસ્તી કરી. હોમ લોન પર 5 bpsનો ઘટાડો કર્યો. કંપની 6.75% પર હોમ લોન આપશે. HDFCના નવા દર આજથી લાગૂ થશે. નવા અને જૂના બન્ને ગ્રાહકોને મળશે લાભ.

IRCON -
કંપનીને રેલવે મંત્રાલય તરફથી ₹187.80 કરોડનો ઓર્ડર મળ્યો. આજે રિટેલ માટે ખુલશે OFS. OFSનો નોન-રિટેલ ભાગ 2 ગણાથી વધારે ભરાયો. OFSની ફ્લોર પ્રાઈસ ₹88/શેર છે.

VST TILLERS -
કંપની Zimeno Inc માં $15 લાખનું રોકાણ કરશે. ઇલેક્ટ્રીક ઓટોનોમસ ટ્રેક્ટર ડેવલપ કરવા રોકાણ કરશે.

BAJAJ ELECTRICALS -
મહિન્દ્રા લોજિસ્ટીક સાથે કરાર કર્યા. ઇન્ટિગ્રોટેડ લોજિસ્ટીક માટે થયા કરાર.