બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 08:53  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


નેસ્લે ઈન્ડિયા -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાનો નફો 9.2 ટકા વધીને 463.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાનો નફો 424 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાની આવક 8.9 ટકા વધીને 3002.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાની આવક 2757.2 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાના એબિટડા 696.8 કરોડ રૂપિયાથી વધીને 737.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાના એબિટડા માર્જિન 25.3 ટકા થી ઘટીને 24.5 ટકા રહ્યા છે.

નેસ્લે ઈન્ડિયા પર સીએલએસએ -
સીએલએસએએ નેસ્લે ઈન્ડિયા પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 11750 નો આપ્યો. Q1નુ પરિણામ અનુમાન કરતા નબળા છે. માર્જિન પણ નબળુ રહ્યું. સ્થાનિક આવક સામાન્ય રહ્યું.

નેસ્લે ઈન્ડિયા પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ નેસ્લે ઈન્ડિયા પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 8400નો આપ્યો. આવક, નફો અને એબિટડા અનુમાનથી નબળા રહ્યા. માર્જિન 80bps સાથે અનુમાન પ્રમાણે રહ્યા. નફા ગ્રોથ વાર્ષિક ધોરણે 9% પર છે.

નેસ્લે ઈન્ડિયા પર જેફરીઝ -
જેફરીઝે નેસ્લે ઈન્ડિયા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1200 નો આપ્યો છે. કંપનીનો વોલ્યુમ ગ્રોથ પર અસર વધારે છે.

નેસ્લે ઈન્ડિયા પર સિટી -
સિટીએ નેસ્લે ઈન્ડિયા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 12480 રાખ્યો છે.


યુનિયન બેન્ક પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે યુનિયન બેન્ક પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 78 થી ઘટાડીને રૂપિયા 75 કર્યો. Q4ના પરિણામ નબળા રહ્યા. ડિપોઝિટ ગ્રોથ સામાન્ય રહ્યું. પરંતુ સીએએસએ ગ્રોથ સારુ રહ્યું. ઈપીએસનુ અનુમાન 13% ઘટાડ્યું.

યુનિયન બેન્ક પર સિટી -
સિટીએ યુનિયન બેન્ક પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 65 થી ઘટાડીને રૂપિયા 70 કર્યો. એનપીએ નબળા રહેવાના કારણે પ્રોવિઝન્સ વધ્યા.


પિડિલાઇટ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે પિડિલાઇટ પર કંપની માટે ચોથુ ત્રિમાસીક નબળુ રહ્યું. વોલ્યુમ ગ્રોથમાં મોટો ઘટાડો જોવા મળ્યો. નબળુ વોલ્યુમ ગ્રોથ મુખ્ય કારણ રહ્યું. સ્ટેન્ડઅલોન વોલ્યુમ ગ્રોથમાં 2.5%નો ઘટાડો દેખાયો.

પિડિલાઇટ પર મેક્વાયરી -
મેક્વાયરીએ પિડિલાઇટ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1474 નો રાખ્યો છે. ગ્રોસ માર્જિનમાં દબાણ યથાવત છે.

પિડિલાઇટ પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ પિડિલાઇટ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1100 નો આપ્યો છે.

પીટીસી ઈન્ડિયા -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાનો નફો 16.3 ટકા ઘટીને 53.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાનો નફો 64.4 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાની આવક 22.7 ટકા વધીને 2651.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાની આવક 2161.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાના એબિટડા 93.4 કરોડ રૂપિયાથી ઘટીને 93 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઈન્ડિયાના એબિટડા માર્જિન 4.3 ટકા થી ઘટીને 3.5 ટકા રહ્યા છે.