બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Tue, 04, 2019 પર 08:28  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ધામપુર શુગર/બલરામપુર ચીની/અવધ શુગર/શ્રી રેણુકા/ડાલમિયા શુગર/ઉત્તમ શુગર -
શુગર કંપનીઓને મોટી રાહત. રાહત દરે દેવુ આપવાની સમય મર્યાદા વધારી. હવે 30 જૂન સુધી મંજૂરી મેળવેલી બધી લોન પર સસ્તા વ્યાજ દર. 31 જૂલાઇ સુધીમાં ચૂકવવાની લોન પર સસ્તું વ્યાજ. પહેલાના નિયમ પ્રમાણે 31 મે સુધી મંજૂરી અને ચૂકવાની લોન પણ શામેલ. હવે શુગર કંપનીઓને સસ્તા વ્યાજ પર લોન મેળવવા માટે વધુ સમય મળ્યો. સ્કીમના પ્રમાણે શુગર કંપનીઓને 10 હજાર 300 કરોડની લોન મળશે. અત્યાર સુધી રૂપિયા 3 હજાર કરોડની લોન ફાળવવામાં આવી છે. પહેલા વર્ષમાં 7% વ્યાજનું ભારણ સરકાર લે છે.

ટાટા મોટર્સ -
ટાટા મોટર્સમાં જેએલઆરનું વેચાણ ઘટ્યું. મે માં જેએલઆરનું વેચાણ 1.17% ઘટીને 9358 યુનિટ રહ્યું. મે માં જેગુઆરનું વેચાણ 14% ઘટીને 2021 યુનિટ રહ્યું. મે માં લેન્ડ રોઅરનું વેચાણ 3% વધીને 7337 યુનિટ રહ્યું.

ડૉ.રેડ્ડીઝ -
કંપનીએ અમેરિકામાં Zenatane દવા ફરી લોન્ચ કરી.

મારૂતિ પર એચએસબીસી -
એચએસબીસીએ મારૂતિ પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 7200 નો આપ્યો. રિટેલ વ્યવહાર નબળા રહ્યા. નાણાકીય વર્ષ 20નુ વોલ્યુમ 3.2% ઘટાડ્યું.

એમએન્ડએમ પર નોમુરા -
નોમુરાએ એમએન્ડએમ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 872 નો આપ્યો. નાણાકીય વર્ષ 20માં કોસ્ટ 5-10% સુધી વધવાની આશા. નાણાકીય વર્ષ 21માં વોલ્યુમ ગ્રોથ ઘટશે. ટ્રેક્ટર ઈન્ડસ્ટ્રી મંદીમાં દેખાય છે. નાણાકીય વર્ષ 20-21 ટ્રેક્ટરનું વોલ્યુમ વધશે.

બજાજ ઑટો પર સીટી -
સીટીએ બજાજ ઑટો પર નિકાસ ગ્રોથ ડબલ ડિજીટમાં રહેવાની આશા વ્યક્ત કરી. આફ્રિકન બિઝનેસ મજબુત દેખાય છે. કંપનીનું સ્થાનિક બાઈકનું 25% લક્ષ્યાંક છે. બીએસ-6નું માર્જિન 15%ની ઉપર રહેવાની આશા છે.

કન્ઝ્યુમર સેક્ટર પર યુબીએસ -
યુબીએસે કન્ઝ્યુમર સેક્ટર પર 9MFY19 વોલ્યુમ ગ્રોથ 6.4% પર છે. ગ્રામીણ & શહેરી વિકાસ તફાવત ઓછો રહ્યો. Q4માં ટોપલાઇન ગ્રોથ 18.5% પર રહ્યો. આઈટીસી, એશિયન પેઇન્ટ્સ ટોપ પિક્સ છે. ટાઇટન, બ્રિટાનિયા પણ ટોપ પિક્સમાં છે.


યુનાઈટેડ સ્પિરિટ્સ પર સીએલએસએ -
સીએલએસએએ યુનાઈટેડ સ્પિરિટ્સ પર વેચાણના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 450 નો રાખ્યો છે. કંપની વેલ્યુ ચેઇન પર કામ કરી રહી છે. નફા ગ્રોથ માટે વેલ્યુ ચેઇન પર કામ કરે છે.

જીઈ પાવર -
કંપનીને રૂપિયા 738 કરોડનો ઓર્ડર મળ્યો.

એલએન્ડટી ટેક -
એલએન્ડટી ટેકનો ઓએફએસ. આજે કંપનીની ઓફર પર સેલ ખુલી. ઓએફએસની ફ્લોર પ્રાઈઝ રૂપિયા 1650/શેર નક્કી. ઓએફએસ દ્વારા 40 લાખ શેર્સ વેચાશે.