બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Thu, 19, 2019 પર 09:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એરટેલ/વોડાફોન આઈડિયા/જિયો -
જિયોના જૂલાઈ મહિનામાં 85.39 લાખ ગ્રાહક વધ્યા. એરટેલ અને વોડાફોન આઈડિયાએ 60 લાખ ગ્રાહક ગુમાવ્યા. TRAI IUC પર પોતાના આદેશની સમીક્ષા કરશે. આદેશની સમીક્ષા માટે કંસલટેશન પેપર જાહેર કર્યા. 2020 સુધીમાં IUC 6 પૈસાથી ઘટાડીને શૂન્ય કરવાના નિર્ણયની સમીક્ષા છે. નિર્ણય બદલાશે તો ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને ફાયદો થશે.

OMCs / AVIATION -
કાચા તેલના ભાવમાં નરમાશ $63/bblની નજીક છે. ઇરાન પરની આર્થિક નીતિ કડક કરવાના નિર્ણયથી ક્રૂડમાં દબાણ છે. સૈન્ય કાર્યવાહીથી બચવાના નિર્ણયથી ઘટ્યું ક્રૂડ. OMCs, એવિએશન, પેન્ટ્સ શેર્સમાં એક્શન સંભવ છે.

રાઇટ્સ -
શ્રીલંકાથી રૂપિયા 160 કરોડનો એક્સપોર્ટ કોન્ટ્રાક્ટ મળ્યો. 2 વધારાની ડીઝલ મલ્ટીપલ યુનિટ ટ્રેન સેટનો ઓર્ડર. શ્રીલંકાના ટ્રાન્સપોર્ટ અને સિવિલ એવિએશન મંત્રાલય સાથે કરાર કરશે.

કેડિલા હેલ્થકેર પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ કેડિલા હેલ્થકેર પર લક્ષ્યાંક રૂપિયા 304 નો આપ્યો. કંપનીને 30-35 પ્રોડક્ટ લોન્ચ કરવાની આશા છે. નાણાકીય વર્ષ 20માં યુએસ બિઝનેસમાં સિંગલ ગ્રોથની આશા છે. નાણાકીય વર્ષ 21 મા યુએસ બિઝનેસથી ડબલ ડિજીટ ગ્રોથની આશા છે. નાણાકીય વર્ષ 20માં રૂપિયા 500 કરોડનું દેવું ઘટાડી શકે.

માઇન્ડટ્રી પર સીટી -
સીટીએ માઇન્ડટ્રી પર લક્ષ્યાંક રૂપિયા 755નો આપ્યો. ટ્રેડિશનલ બિઝનેસમાં દબાણ યથાવત. ડિજીટલ માગ મજબૂત રહેવામાં સફળ છે. બેન્કિંગ લર્ટિકલમાં ધીમો ગ્રોથ દેખાઈ શકે. ડિલ જીતવાના કારણે આવક ગ્રોથ વધી શકે.