બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


અદાણી ગેસ/ગુજરાત ગેસ -
સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સને મોટી રાહત સંભવ છે. નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનમાં સમાવેશ થઈ શકે. સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે નિર્ણય. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટની ફંડિંગ સરળ થશે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ સમય પૂરા થઈ શકશે. દેશના 50 શહેરોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન યોજના છે. સિટી ગેસ પ્રોજેક્ટમાં લગભગ રૂપિયા 50000 કરોડનું રોકાણ સંભવ છે.

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ -
14 ઓક્ટોબરે બોર્ડે શેર બાયબેક પર વિચાર કરશે. RBIએ લક્ષ્મી વિલાસ બેન્ક સાથેના મર્જરની મંજૂરી ન આપી. LVBએ RBI પાસેથી 7મેના રોજ મર્જરની મજૂંરી માગી હતી.

IUCને લઈને રિલાયન્સનો નિર્ણય -
રિલાયન્સ જીયો હવે ટેલીકોમ ગ્રાહકોથી વસૂલ કરશે IUC. 6 પૈસા પ્રતિ મિનિટ ગ્રાહકોથી વસૂલ કરવામાં આવશે. જોકે ગ્રાહકો પર આના બોજનો અસર નહીં દેખાય. રિલાયન્સ જીયો ગ્રાહકોને આના બદલે વાઉચર આપશે. IUC એટલે ઈન્ટર કનેક્શન યૂઝર ચાર્જિસ.

જીયોના IUC ચાર્જ પર સિટી -
સિટીએ જીયોના IUC ચાર્જ પર IUC ચાર્જ કરવાથી કિંમતોમાં વધારો થશે. IUCના ચાર્જથી રૂપિયા 20/મહિનો વધશે. જીયોના EBITDAમાં 30%નો વધારો થઈ શકે. ભારતી એરટેલ EBITDAમાં 25%નો વધારો થઈ શકે.

જીયોના IUC ચાર્જ પર નોમુરા -
નોમુરાએ જીયોના IUC ચાર્જ પર લક્ષ્યાંક રૂપિયા 1575 નો આપ્યો. જીયોનું ARPU આવનારા મહિનામાં વધશે. ARPU વધવાથી કિંમતમાં 6p/minનો વધારો થશે.

જીયોના IUC ચાર્જ પર એડલવાઈસ -
એડલવાઈસે જીયોના IUC ચાર્જ પર IUC ચાર્જથી આવકમાં 5%માં વધારાની આશા છે. લક્ષ્યાંક રૂપિયા 414 નો આપ્યો. વોડાફોન આઈડિયાનો લક્ષ્યાંક રૂપિયા 7નો આપ્યો.