બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 09:03  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ -
કંપનીનો રાઇટ ઇશ્યૂ 1.1 ગણો સબ્સ્ક્રાઇબ થયો. ₹53,000 કરોડની બોલીઓ મળી. ઇશ્યૂ 3 જૂને બંધ થશે.

ભારતી એરટેલ પર સીએલએસએ -
સીએલએસએ એ ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ રહેશે. તેના પર લક્ષ્યાંક ₹207 થી વધારીને ₹265 નો આપ્યો છે.

નેસ્લે પર નોમુરા -
નોમુરાએ નેસ્લે પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹17250 નો આપ્યો છે.

વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રી -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીનો નફો 47.1% ઘટીને 32.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીનો નફો 60.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીની આવક 27.4% ઘટીને 541.1 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીની આવક 745.8 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીના એબિટડા 80.4 કરોડ રૂપિયાથી ઘટીને 45.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીના એબિટડા માર્જિન 10.8% થી ઘટીને 8.4% રહ્યા છે.

ઓરિએન્ટ ઈલેક્ટ્રિક -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ઓરિએન્ટ ઈલેક્ટ્રિકનો નફો 40.9% ઘટીને 12.6 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઓરિએન્ટ ઈલેક્ટ્રિકનો નફો 21.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ઓરિએન્ટ ઈલેક્ટ્રિકની આવક 11.7% ઘટીને 563.1 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઓરિએન્ટ ઈલેક્ટ્રિકની આવક 637.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ઓરિએન્ટ ઈલેક્ટ્રિકના એબિટડા 70.6 કરોડ રૂપિયાથી ઘટીને 65.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ઓરિએન્ટ ઈલેક્ટ્રિકના એબિટડા માર્જિન 11.1% થી ઘટીને 11.6% રહ્યા છે.

આઈજીએલ -
દિલ્હીમાં CNGની કિંમતમાં ₹1નો વધારો. આજે સવારે 6 વાગ્યા લાગુ થયા બદલાવ. હવે દિલ્હીમાં CNGનો ભાવ ₹43/Kg.


મોઇલ -
પ્રોડક્ટ્સની કિંમતમાં 10%નો ઘટાડો કર્યો.