બજાર » સમાચાર » આજનો વેપાર

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 15, 2021 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Infosys -
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 2.3 ટકા વધીને 5,195 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસનો નફો 5076 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 6 ટકા વધીને 27,896 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની રૂપિયામાં આવક 26,311 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 4.7 ટકા વધીને 3,782 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસની ડૉલર આવક 3,613 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલથી જુનમાં ઈન્ફોસિસના એબિટડા 6,440 રૂપિયાથી વધીને 6,603 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના એબિટ માર્જિન 24.5 ટકાથી ઘટીને 23.7 ટકા રહ્યા છે.

TCS -
2026 સુધી Arizonaમાં $300 મિલિયનનું નવું રોકાણ કરશે. રોજગાર ઉભો કરવા રોકાણ કરશે.

L&T Tech -
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એલએન્ડટી ટેકનો નફો વધીને 216.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટી ટેકનો નફો 194.5 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એલએન્ડટી ટેકની રૂપિયામાં આવક 5.4 ટકા વધીને 1518.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટી ટેકની રૂપિયામાં આવક 1440.5 કરોડ રૂપિયા રહી હતી.

નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં એલએન્ડટી ટેકની ડૉલર આવક 4.15 ટકા વધીને 205.7 કરોડ ડૉલર રહી છે. નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એલએન્ડટી ટેકની ડૉલર આવક 197.5 કરોડ ડૉલર રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર એપ્રિલથી જુનમાં એલએન્ડટી ટેકના એબિટડા 239.1 રૂપિયાથી વધીને 262.3 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એલએન્ડટી ટેકના એબિટ માર્જિન 16.6 ટકાથી વધીને 17.3 ટકા રહ્યા છે.

Marico -
D2C બ્રાન્ડ Just Herbs માં 60% ભાગ ખરીદ્યો. FY21માં Just Herbsની આવક ₹17.5 કરોડ હતી.

ICICI Bank -
RBIના રિપોર્ટમાં કહ્યું PoS પર ક્રેડિટ કાર્ડ વ્યવહારમાં ઘટાડો. મે 2021માં ₹12,23,298 લાખથી ઘટી ₹951,746 લાખ. મે 2021માં -124%નો ગ્રોથ નોંધાયો. માર્કેટ શેર 13% થી ઘટી -18% થયો.

Tata Motors -
ટાટા મોટર્સે કહ્યુ લોકડાઉનથી બૂકિંગમાં ઘટાડો જોવા મળ્યો. Q4ના સ્તર જેટલી રિકવરી જોવા મળી. થર્ડ વેવ નહીં આવે તો માગ વધશે. સેમિ કંડક્ટરની અછતથી ગ્રોથ પર અસર છે. Q4માં આ સમસ્યા સૌથી વધુ હતી. આની અછત એક સમસ્યા છે.

Titan -
શેર હૉલ્ડિંગ પેટર્ન અપડેટ. રાકેશ ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં કંપનીમાં ઘટાડી હિસ્સેદારી. શેર હૉલ્ડિંગ 5.06% થી ઘટાડી 4.81% કર્યું. આશરે 22 લાખ શેર્સ ઓછા કર્યા.