બજાર » સમાચાર » આજનો વેપાર

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

ના રોજ પ્રકાશિત Wed, 03, 2019 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટાટા મોટર્સ -
સતત બીજા મહિને નોર્થ અમેરિકાના વેચાણમાં વધારો નોંધાયો. રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ્સનું સારું વેચાણ થયું. રેન્જ રોવરનું વેચાણ 26% અને આરઆર સ્પોર્ટ્સનું વેચાણ 48% વધ્યું.

જેટ એરવેઝ -
રકમ નહીં ચૂકાવવાના કારણે 15 વિમાન ગ્રોઉન્ડ થયા. ડેટ રિઝોલ્યુશન પ્લાન પર ફરીથી કામ કરવુ પડશે. આરબીઆઈના 12 ફેબ સર્ક્યુલર પર સુપ્રિમ કોર્ટના નિર્ણયની અસર છે. ડેટ કન્વર્ઝન પર લેન્ડર્સ કાયદાકીય સલાહ લેશે. બેન્કોએ વધુ દેવું ઇક્વિટીમાં બદલવુ પડશે. 12 ફેબ સર્ક્યુલર વગર બેન્ક 51% કરતા વધુ હિસ્સો નહિં લઈ શકે. એક બેન્કની હિસ્સેદારી 30%થી વઘારે ન થઈ શકે. રૂપિયા 1,500 કરોડની વચગાળાની સહાયમાં વિલંબ શક્ય. બેન્કોને રૂપિયા 1,500 કરોડથી વધારાની મદદ કરવી પડશે. વધુ વિમાન ગ્રાઉન્ડ થવાથી વધુ સહાયની જરૂર છે.

વિપ્રો -
વર્કડે & કોર્નરસ્ટોન ઑન ડિમાંડના વેચાણથી $9.53 કરોડ મળ્યા. પોર્ટુગલ, ફ્રાંસ, સ્વીડન માટે સોદો 30 જૂન સુધીમાં પૂર્ણ થશે. વિપ્રોએ વર્કડે અને કોર્નરસ્ટોનના માટે અલાઈટ સોલ્યુશન સાથે કરાર કર્યો હતો.

ઈન્ફોસિસ -
સબ્સિડિયરી Edge Verve સિસ્ટમ્સને મળ્યો ઓર્ડર. કૂવૈતના અલ અહલી બેન્કથી મળ્યો ઓર્ડર. બેન્કનુ ઑપરેશનલ પ્રોસેસ ઓટોમેટ કરશે સબ્સિડિયરી Edge Verve સિસ્ટમ્સ.

આઈજીએલ -
પીએનજીઆરબીથી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કનું લાઇસેન્સ મળ્યું. કૈથલ, અજમેર, પાલી, રાજસમંદ માટે મળ્યું લાઈસન્સ. કાનપુર, ફતેહપુર, હમીરપુર જિલ્લા માટે લાઇસન્સ મળ્યું.

બાયોકૉન -
બાયોસિમિલર કારોબાર બાયોકોન બાયોલૉજિક્સને વેચશે. રૂપિયા 33.34 કરોડમાં વેચશે બાયોસિમિલર મેન્યુફેક્ચરિંગ કારોબાર છે. બાયોકોનની સબ્સિડિયરી બાયોકોન બાયોલૉજિક્સ છે. બોર્ડે બાયોકોન બાયોલૉજિક્સની ડિલને મંજૂરી આપી.

મેરિકો -
માગ સ્થિર રહેવાની આશા, ત્રિમાસિક સારું રહેવાની આશા છે. કંપનીની અપેક્ષા મુજબ 5-7%નો ગ્રોથ જોવા મળશે. સફોલાનું પ્રદર્શન સારું, કંપનીને બ્રાન્ડને લઈને આશાવાદ છે. વેલ્યુ એડેડ હેર ઓઈલમાં સામાન્ય નરમાશ જોવા મળી શકે. માર્જિનમાં સુધારો દેખાશે. ટૂંકાગાળા માટે સ્થાનિક વોલ્યુમ 8-10% અપેક્ષા મુજબના રહેશે. માર્ચમાં થોડું સ્લોડાઉન જોવા મળ્યું.

એચઈજી -
ભિલવારામાં એનર્જીમાં હિસ્સો વધારશે કંપની. 29.48%થી હિસ્સો વધારી 49% કરશે. રૂપિયા 162 કરોડનું રોકાણ કરશે કંપની. ભિલવારા એનર્જી હાઈડ્રો અને વિંડ પાવરનું ઉત્પાદન કરે છે. નફો કરતી કંપની સારા વેલ્યુએશન પર મળી રહી છે. કંપની પાસેના અન્ય વિકલ્પો કરતા સારા રિટર્નની આશા છે.

આઈશર મોટર્સ -
કંપનીનું રેટિંગ ઘટાડી રિડ્યૂસ કર્યુ. લક્ષ્યાંક રૂપિયા 20,653 પ્રતિશેર થી ઘટાડી રૂપિયા 18,335 કરવામાં આવ્યો. સ્પર્ધાની ગ્રોથ પર અસર જોવા મળી શકે છે. ડિમાન્ડ આઉટલુકમાં પડકાર યથાવત રહેશે.