બજાર » સમાચાર » આજનો વેપાર

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

ના રોજ પ્રકાશિત Thu, 25, 2019 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ભારતી ઇન્ફ્રાટેલ -
નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ભારતી ઇન્ફ્રાટેલનો નફો 6.2 ટકા ઘટીને 608 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ભારતી ઇન્ફ્રાટેલનો નફો 648.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ભારતી ઇન્ફ્રાટેલની આવક 1.1 ટકા ઘટીને 3600 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ભારતી ઇન્ફ્રાટેલની આવક 3640 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ભારતી ઇન્ફ્રાટેલના એબિટડા 1512.8 કરોડ રૂપિયાથી વધીને 1534 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ભારતી ઇન્ફ્રાટેલના એબિટડા માર્જિન 41.6 ટકાથી વધીને 42.6 ટકા રહ્યા છે.

એમએન્ડએમ ફાઈનાન્સ -
નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સનો નફો 28.7 ટકા વધીને 1310.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સનો નફો 1018.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સની આવક 87 ટકા વધીને 588 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં એમએન્ડએમ ફાઈનાન્સની આવક 314.4 કરોડ રૂપિયા રહી હતી.

હેથવે કેબલ -
જીયો કેબલે સબ્સિડિયરીમાં 12.7% હિસ્સો ખરીદ્યો. જીયો કેબલે ઓપન ઓફરના માધ્યમથી હિસ્સો ખરદ્યો.

હેક્ઝાવેર પર નોમુરા -
નોમુરાએ હેક્ઝાવેર પર લક્ષ્યાંક રૂપિયા 325નો આપ્યો. આવક અને માર્જિન અનુમાન કરતા ઓછા છે. આવકમાં મુશ્કેલીઓ દેખાય છે. ક્વાર્ટર 2 અને ક્વાર્ટર 4માં સીએજીઆર 3.6-4.7% વધવી જરૂરી છે.

હેક્ઝાવેર પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ હેક્ઝાવેર પર લક્ષ્યાંક રૂપિયા 350 નો આપ્યો. ક્વાર્ટર 1 અનુમાન કરતા નહળુ રહ્યું. આવક અને માર્જિન અનુમાન કરતા નબળા છે. બીએફએસઆઈના સ્લોડાઉનના કારણે માર્જિન પર અસર છે. 2019માં ઈપીએસ 2% સુધી વધવાની આશા છે. 2020-31માં ઈપીએસ યથાવત રહી શકે.

ઓઈલ ઈન્ડિયા -
સુપ્રીમ કોર્ટે કર્મચારી પેન્શન યોજનાનો ચૂકદો બહાલ રાખ્યો. કેરળ હાઈકોર્ટે અગાઉ આપ્યો હતો ચૂકાદો. પગાર આધારીત પેન્શનની રકમ જમા કરાવવા મળી હતી મંજૂરી. બોર્ડ દ્વારા આ નિર્ણય અંગે આપવામાં આવી હતી મંજૂરી. નિર્ણયથી કંપની પર `1788 કરોડની અસર પડશે.

સિન્જીનનું બોનસ -
એક પર એક શેર બોનસને બોર્ડની મંજૂરી.

ઈપ્કા લૅબ્સ -
રામદેવ કેમિકલને રૂપિયા 108.50 કરોડમાં ખરીદશે. રામદેવ કેમિકલની સાથે શેર ખરીદી એગ્રીમેન્ટ કર્યો.