બજાર » સમાચાર » આજનો વેપાર

આજના ચર્ચિત ટૉપ સ્ટૉક્સ જે લાવશે હલચલ

ના રોજ પ્રકાશિત Wed, 13, 2019 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

કોલ ઈન્ડિયા -
નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં કોલ ઈન્ડિયાનો નફો 14.2 ટકાથી વધીને 3522.9 કરોડ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં કોલ ઈન્ડિયાનો નફો 3085 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં કોલ ઈન્ડિયાની આવક 6.9 ટકા ઘટીને 21884 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં કોલ ઈન્ડિયાની આવક 20382.6 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કોલ ઈન્ડિયાના એબિટડા 4323.2 કરોડ રૂપિયાથી ઘટીને 3611.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કોલ ઈન્ડિયાના એબિટડા માર્જિન 19.8 ટકાથી ઘટીને 17.7 ટકા રહ્યા છે.

હિંડાલ્કો -
નાણાકિય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો નફો 33 ટકાથી ઘટીને 974 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકિય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં હિંડાલ્કોનો નફો 1448 કરોડ રૂપિયાનો થયો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં હિંડાલ્કોની આવક 8.8 ટકા ઘટીને 29657 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં હિંડાલ્કોની આવક 32507 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર બીજા ક્વાર્ટરમાં હિંડાલ્કોના એબિટડા 4276 કરોડ રૂપિયાથી ઘટીને 3918 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં હિંડાલ્કોના એબિટડા માર્જિન 13.2 ટકા પર યથાવત રહી છે.

બ્રિટાનિયા પર બ્રોકરેજ હાઉસિસ -
સિટીએ બ્રિટાનિયા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3575 રાખ્યો છે. જેપી મોર્ગને બ્રિટાનિયા પર ઓવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3350 રાખ્યા છે. મૅક્વાયરીએ બ્રિટાનિયા પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2518 રાખ્યા છે. ક્રેડિટ સૂઇસે બ્રિટાનિયા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3575 રાખ્યો છે.

અદાણી પોર્ટ -
નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 72.4 ટકા વધીને 1059.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સનો નફો 614.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સની આવક 8.2 ટકા વધીને 2821.2 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સની આવક 2608 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સના એબિટડા 1133 કરોડ રૂપિયાથી વધીને 1311.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સના એબિટડા માર્જિન 43.4 ટકા થી વધીને 46.5 ટકા રહ્યા છે.