બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 04, 2017 પર 08:56  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ફ્યુચર રિટેલ -
નોમુરાએ ખરીદીની સલાહ સાથે કવરેજ શરૂ કર્યું, સેક્ટરમાં ટોપ પિક છે.

ફ્યુચર રિટેલ પર નોમુરા -
નોમુરાએ ફ્યુચર રિટેલ પર ખરીદારીના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું. તેના પર લક્ષ્યાંક ₹ 476 (46.6% તેજી સંભવ). સેક્ટરમાં ટોપ પિક, રિસ્ટ્રક્ચરિંગ બાદ જોરદાર તેજી છતાં ઉછાળાની તક. સારા પરિણામની સંભાવનાથી વેલ્યુએશનની ચિંતા નહીં. નાણાકીય વર્ષ 19 સુધીમાં 4% માર્જિન સુધી પહોંચવાની ક્ષમતા છે. રિટેલ સેગ્મેન્ટમાં માર્કેટશૅર વધવાની ઘણી સંભાવના છે.

ભારત ફોર્જ -
વર્ષ દર વર્ષના આધારે નોર્થ અમેરિકા ક્લાસ-8 ટ્રક ઓર્ડર વધીને 23,600 પર છે.

વી-માર્ટ રિટેલ -
કંપનીનો નફો 10Xની સાથે ₹4.99 કરોડ પર જોવા મળ્યો.

આઈજી પેટ્રોકેમિકલ્સ -
કંપનીના નફા અને આવમાં ઉછાળો, માર્જિન 15.85 ટકા પર છે.

કેપીઆર મિલ્સ -
કેપીઆર મિલ્સે પણ પરિણામ રજૂ કર્યા છે. કંપનીના નફામાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે વેચાણ 9 ટકા વધ્યું છે. માર્જિન 15.3 ટકાથી વધી 17.8 ટકા પર રહ્યા છે.

ટીબીઝેડ -
ટીબીઝેડના પરિણામ સારા રહ્યા છે. કંપની ખોટમાંથી નફામાં આવી છે. એબિટડામાં પણ ખોટ સામે 14.7 કરોડ રૂપિયાનો એબિટડા રહ્યો છે. આવક 26 ટકા વધી છે.

આઈટીડીસી -
કેબિનેટની બેઠકમાં ગઈ કાલે 3 આઈટીડીસીની અશોકા હોટેલ્સમાં કેન્દ્ર સરકારના 51% હિસ્સો વેચવાના નિર્ણયને મંજૂરી મળી છે. ગુવાહાટી, ભરતપુર અને ભોપાલની હોટેલ્સમાં હિસ્સો વેચવામાં આવશે.

ફોર્ટિસ હેલ્થકેર -
ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી દિગ્ગજ ટીપીજી અને જનરલ એટલાન્ટિક પાર્ટનર્સ હેલ્થકેર કારોબાર ખરીદવા 1.8 બિલ્યન ડૉલરની બોલી લગાવશે. ફોર્ટિસ હેલ્થકેર અને ફોર્ટિસ મલાર હૉસ્પિટલ્સ બન્નેની ખરીદી આ ડીલ મારફત થઈ શકે છે.

બીપીએલ -
બીપીએલમાં આજે તેજી સંભવ છે. કંપનીએ પોતાના ટીવી અને અપ્લાયન્સ કારોબારને એમઝોનને વેચવા માટે ડીલ કરી છે.

એમટેક ઑટો/મેટાલિસ્ટ ફોર્જીન/કાસ્ટેક્સ ટેક -
એમટેક ગ્રુપ પણ આજે ફોકસમાં રહેશે. ડીએ કેપિટલ અને એસએસજી કેપિટલ મૅનેજમેન્ટ એમટેક ગ્રુપની ચાર કંપનીઓમાં પ્રમોટરનો હિસ્સો ખરીદી શકે. આઈડીબીઆઈ બેન્કની આગેવાની ઠળનું કંસોર્શિયલ આ સપ્તાહમાં ઑક્શન કરશે.