બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2017 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એચયુએલ -
પરિણામ અનુમાન કરતાં સારા, નફો-આવક-માર્જિનમાં સુધારો. વોલ્યુમ ગ્રોથ ફ્લેટ, ગ્રામ્ય વિસ્તારમાં ગ્રોથ પર ફોકસ. બ્રોકરેજ દ્વારા અપગ્રેડ કરવામાં આવ્યા.

સાસ્કન કોમ્યુનિકેશન -
કંપનીના નફામાં 60%નો જોરદાર ઘટાડો જોવા મળ્યો, ઘટીને ₹17.3 કરોડ પર. એબિટડા અને માર્જિન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો.

એડલવાઇસ ફાઇનાન્શિયલ -
ખરીદીની સલાહ સાથે કવરેજ શરૂ, લક્ષ્યાંક રૂપિયા 240 છે. સિટીએ કંપની બેન્ક જેવા સ્ટ્રક્ચર તરફ આગળ વધી રહી છે. નફો પ્રતિવર્ષ 32%ના દરે વધવાની સંભાવના. રિટેલ સેગ્મેન્ટમાં સારી ગ્રોથની સંભાવના, 30% ક્રેડિટ ગ્રોથ સંભવ.

જય ભારત મારૂતિ -
કંપનીની આવક 30% વધી ₹434.6 કરોડ પર છે. નફામાં પણ 37% નો વધારો જોવા મળ્યો, વધીને ₹10 કરોડ પર.

ઑરોબિન્દો ફાર્મા -
ઑરોબિન્દો ફાર્માને અંતે રેન્વેલા જેનરિકની યુએસએફડીએ તરફથી મંજૂરી મળી ગઈ છે. વિલંબની સંભાવનાએ ગઈ કાલે સ્ટૉકમાં ઘટાડો હતો. જોકે કિડનીના ઉપચાર માટે ઉપયોગી આ દવા મંજૂર થઈ છે, જેની સાઇઝ 1.4 બિલ્યન ડૉલરની ગણવામાં આવે છે.

સુંદરમ ફાઇનાન્સ -
સુંદરમ ફાઇનાન્સે સારા પરિણામ રજૂ કર્યા છે. એનઆઈઆઈ ગ્રોથ 20 ટકાની નજીક છે, જ્યારે નફો 30 ટકા જેટલો વધ્યો છે. જોકે એનપીએ અને પ્રોવિઝનિંગમાં મામુલી ઉછાળો થયો છે, કંપનીના કહેવા પ્રમાણે એસેટ ક્વૉલિટી નિયંત્રણમાં છે.

ક્રિસિલ -
ક્રિસિલના પરિણામ જોકે નબળા રહ્યા છે. રિસર્ચમાં નબળા પ્રદર્શનને લીધે નફાશક્તિ પર અસર થઈ શકે. ઓપરેટિંગ ખર્ચ પણ વધ્યો છે, જેને લીધે નફો 3 ટકા જેટલો ઘટ્યો છે.

જેએમ ફાઇનાન્શિયલ -
જેએમ ફાઇનાન્શિયલની સબ્સિડિયરીએ સ્પંદન સ્ફૂર્તિ નામની કંપનીમાં 8.5 ટકા જેટલો હિસ્સો ખરીદ્યો છે. સ્પંદન માઇક્રો ફાઇનાન્સ કારોબાર સાથે સંકળાયેલી કંપની છે.

અશોક લેલેન્ડ -
અશોક લેલેન્ડે સન મૉબિલિટી સાથે સ્ટ્રૅટેજિક ભાગીદારી કરી છે. કંપની દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું ઉત્પાદન વધારવા માંગે છે, જેના માટે આ ડીલ કરી છે.

એમટેક ઑટો -
એમટેક ઑટો ઋણ ઘટાડવા વિદેશી એસેટ્સ વેચવા માંગે છે ત્યારે કેકેઆર દ્વારા અંતિમ ઑફર કરવામાં આવી છે અને માનવામાં આવે છે કે આ ઑફર સ્વીકાર્યા બાદ કેકેઆર આ એસેટ્સ મારફત મૂડી ઊભી કરશે.