બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 08:42  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટાટા સ્ટીલ -
મિશ્ર આંકડા, પણ સારા સ્ટીલના ભાવથી Q1 FY19 માટે આઉટલુક સારું છે. ભારતીય કારોબારમાં પરફોર્મન્સ સારું, યુરોપ-એશિયાથી નિરાશા. ઓપરેટિંગ નફો 7% ઘટ્યો, ખર્ચ વધતાં માર્જિન પર અસર છે. નફો રૂપિયા 14,688 કરોડ પર, રૂપિયા 11,376 કરોડનો અપવાદિત લાભ છે. કાચામાલના વધેલા ભાવથી થોડી નેગેટિવ અસર જોવા મળી.

જેએસડબ્લ્યૂ સ્ટીલ -
ખૂબ જ સારા પરિણામ, ઓપરેટિંગ આવકમાં જોરદાર ઉછાળો. સેલ્સ વોલ્યુમ 7% વધ્યું, રિયલાઇઝેશન પણ 10%ને પાર છે. માર્જિન 19%થી વધી 25%ને પાર પહોંચ્યા. ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 19માં સ્ટીલના ભાવ વધતાં વધુ સારી અસર જોવા મળી શકે. કંપનીનો નફો લગભગ ત્રણગણો થયો.


પીટીસી ઇન્ડિયા -
મિશ્ર પરિણામ, આવક સારી રહી પણ નફો અને માર્જિન નરમ છે. અન્ય આવક ઘટતાં નફા પર નેગેટિવ અસર છે.

ડિવીઝ લૅબ્સ -
તેલંગાણા પ્લાન્ટના યુનિટ-1ની તપાસ સફળ છે. USFDAએ કોઈ આપત્તિ વિના તપાસ પૂરી કરી. કંપની માટે આ પ્લાન્ટના યુનિટ-1 અને યુનિટ-2 ખૂબ અગત્યના છે. 2017માં જ યુનિટ-2ના ઇમ્પોર્ટ અલર્ટ અને વૉર્નિંગ લેટરમાંથી રાહત મળી ગઈ છે.

ટીવીએસ મોટર્સ -
મૅનેજમેન્ટે બે આંકડામાં ગ્રોથ ક્યારે મેળવશે એની કોઈ સ્પષ્ટતા નથી કરી. નાણાકીય વર્ષ 19ના પહેલા છમાસિકમાં કાચામાલના ભાવની અસર જળવાશે. વેચાણ વધારવા ડીલરને વધુ માર્જિન આપતાં પ્રતિ બાઇક કમાણી પર અસર છે. BS 6 અને સુરક્ષાના નિયમ જોતાં ખર્ચનું દબાણ જળવાશે. મૅનેજમેન્ટે ગાઇડન્સ ન આપ્યું એ મોટું નેગેટિવ છે.

મુથૂટ ફાઇનાન્સ -
ખરાબ પરિણામ, લોનગ્રોથ નબળી રહી. ગ્રોસ એનપીએમાં પણ ઉછાળો જોવા મળ્યો. લોન રિ-પેમેન્ટમાં દિવસની સંખ્યા ઘટતાં એનપીએમાં ઉછાળો છે.

આઈઓએલ કેમિકલ્સ & ફાર્મા -
ખૂબ જ સારા પરિણામ, મજબૂત ગ્રોથ જોવા મળી. આવકમાં 50%નો જંગી ઉછાળો, નફો પણ ચારગણો થયો. માર્જિન જોકે નરમ, પણ એબિટડામાં 32.5%ની મજબૂતી છે.