બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Wed, 27, 2020 પર 08:53  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

કોટક મહિન્દ્રા બેન્ક -
કંપનીએ QIP લોન્ચ કર્યો, ફ્લોર પ્રાઈસ ₹1,147.75 પ્રતિ શેર. ફ્લોર પ્રાઈસ પર 5% સુધીના ડિસ્કાઉન્ટની વિચારણા કરી શકે છે. ઈશ્યુ પ્રાઈસ નક્કી કરવા માટે 29 મે એ બોર્ડની બેઠક છે.

ટોરેન્ટ ફાર્મા -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માનો નફો 314 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માને 152 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માની આવક 4.8% વધીને 1946 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માની આવક 1856 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માના એબિટડા 473 કરોડ રૂપિયાથી ઘટીને 548 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માના એબિટડા માર્જિન 25.5% થી વધીને 28.2% રહ્યા છે.

ટાઈટન પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ટાઈટન પર અંડરવેઈટના રેટિંગ રાખ્યા છે. 43% સ્ટોર ચાલુ હોવા છતા વેચાણમાં નરમાશ છે. બિઝનેસની માગ વધવામાં થોડો સમય લાગશે. 2020માં ગ્રાહકોને આકર્ષવા  ઓફર આપવી પડશે.

સેલ/SCI -
વિનિવેશ તરફ ફરી આગળ. 28 મે એ થશે ઈન્ટરમિનિસ્ટ્રિયલ ગ્રુપની બેઠક. SAILના 3પ્લાન્ટ વેંચાવાની પ્રક્રિયા પર થઈ શકે છે નિર્ણય. ASP, દુર્ગાપુર, SSP સલેમ, VISP ભદ્રાવતીને વેચવાની યોજના. બેઠકમાં વિનિવેશ વિભાગના સચિવ, સ્ટીલ મંત્રાલયના સચિવ, કાયદા મંત્રાલયના સચિવ રહી શકે છે સામેલ. SCIના વિનિવેશ માટે Eol પર કામ શરૂ. ચાલુ કારોબારી વર્ષમાં વિનિવેશ પુરૂ કરવાનું લક્ષ્ય. બાકી સેક્ટર્સ કરતા શિપિંગ કારોબાર જલ્દી પાટા પર આવવાનું અનુમાન. SCIમાં સરકારે પોતાની સમગ્ર હિસ્સેદારી 63.8% વેચવાનો નિર્ણય કરી લીધો છે.

મેક્સ ફાઈનાન્શિયલ -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં મેક્સ ફાઈનાન્શિયલને 36.1 કરોડ રૂપિયાની ખોટ રહી છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં મેક્સ ફાઈનાન્શિયલનો નફો 131 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં મેક્સ ફાઈનાન્શિયલની આવક 40.2% વધીને 4264.1 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં મેક્સ ફાઈનાન્શિયલની આવક 7136.5 કરોડ રૂપિયા રહી હતી.

વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝનો નફો 62.5% ઘટીને 9.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝનો નફો 25.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝની આવક 28.4% ઘટીને 311.3 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝની આવક 435 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 39.5 કરોડ રૂપિયાથી ઘટીને 31.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 9.1% થી વધીને 10.2% રહ્યા છે.