બજાર » સમાચાર » આજનો વેપાર

આજે આ શેરો પર રાખો નજર, રહેશે દિવસભર હલચલ

ના રોજ પ્રકાશિત Thu, 23, 2017 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ક્વેસ કૉર્પ/થોમસ કૂક -
પ્રમોટર થોમસ કૂકે ક્વેસ કૉર્પ માટે ઓએફએસ શરૂ કર્યો. રૂપિયા 600 કરોડની સાઇઝના ઓએફએસમાં 5.42% હિસ્સો વેચશે. ફ્લોર પ્રાઇસ રૂપિયા 800/પ્રતિ શેર પર નક્કી કર્યો, 14% ડિસ્કાઉન્ટ પર છે. પ્રમોટર્સનો હિસ્સો 81.5%થી ઘટી 75.4% પર પહોંચી જશે. જૂન 2017થી અત્યાર સુધીમાં 11%થી વધુ હિસ્સો વેચ્યો. સેબીના નિયમોને જોતાં પ્રમોટર્સે હિસ્સો ઘટાડવો પડશે.

બેન્ક ઑફ ઇન્ડિયા -
સેબી દ્વારા રૂપિયા 3000 કરોડના ક્યૂઆઈપી માટે મંજૂરી મળી.

એડલેબ્સ -
રાધાકિશન દામાણીએ નોવોટેલ ઇમેજિકા ખરીદી છે. એડલેબ્સ ઇમેજિકાની બાજુમાં ખોપોલી ખાતે આવેલી છે નોવોટેલ ઇમેજિકા. ઋણ ઘટાડવા એડલેબ્સ મૅનેજમેન્ટે આ ડીલ કરી.

ગરવારે વૉલ રોપ્સ -
આવક ઘટી, પણ નફામાં ઉછાળો આવ્યો છે. માર્જિન અને એબિટા પણ સુધર્યા છે.

એવિએશન સ્ટૉક્સ -
સરકાર પેસેન્જર સર્વિસિસ ફીમાં 38% જેટલો વધારો કરી શકે. એવિએશન કંપનીઓ આ વધારો ટિકિટના ભાવમાં સામેલ કરશે. રૂપિયા 50 ટિકિટનો વધારો જોવા મળી શકે છે. હાલ રૂપિયા 130 ટિકિટની પેસેન્જર સર્વિસ ફી લેવામાં આવે છે.

થાઇરોકેર -
સમારા કેપિટલે 7.4 લાખ શૅર્સ વેચ્યા. 1.4% હિસ્સો રૂપિયા 668.18 પ્રતિ શેર પર વેચવામાં આવ્યો.