બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Wed, 08, 2019 પર 08:35  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


વેદાંતા-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વેદાંતાનો 43.3 ટકા ઘટીને 3218 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં વેદાંતાનો નફો 5675 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વેદાંતાની આવક 15.1 ટકા ઘટીને 23468 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં વેદાંતાની આવક 27630 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વેદાંતાના એબિટડા 7694 કરોડ રૂપિયાથી ઘટીને 6135 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વેદાંતાના એબિટડા માર્જિન 27.8 ટકાથી ઘટીને 26.1 ટકા રહ્યા છે.


એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ-


કંપનીએ એસપીએચ શાઇન ફાર્મા, આદીએ સાથે જેવી કરાર કર્યો છે. એસપીએચ શાઇન ચીનની કંપની છે. ચીનમાં મેન્યુફેક્ચરિંગ યુનિટના સેટઅપ માટે કરાર કર્યો છે. જોઈન્ટ વેન્ચરમાં એલેમ્બિકની હિસ્સેદારી 44 ટકા રહેશે.


સિએટ-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિએટનો નફો 16.4 ટકા ઘટીને 64.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિએટનો નફો 76.8 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિએટની આવક 4.4 ટકા વધીને 1760.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિએટની આવક 1686.1 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિએટના એબિટડા 162.4 કરોડ રૂપિયાથી વધીને 197.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિએટના એબિટડા માર્જિન 9.2 ટકાથી વધીને 11.7 ટકા રહ્યા છે.


આરસીએફ-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફનો 64 ટકા વધીને 48 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફનો નફો 29.5 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફની આવક 15.6 ટકા વધીને 2266 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં આરસીએફની આવક 1961 કરોડ રૂપિયા રહી હતી.


એસ્કોર્ટ્સ-


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સનો નફો 7.8 ટકા વધીને 121.3 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સનો નફો 112.5 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સની આવક 13.6 ટકા વધીને 1631.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સની આવક 1436 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સના એબિટડા 173.7 કરોડ રૂપિયાથી વધીને 189.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સના એબિટડા માર્જિન 12.1 ટકાથી ઘટીને 11.6 ટકા રહ્યા છે.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટ્રેકટર સેગમેન્ટની આવક 12.5 ટકા વધીને 1230.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટ્રેક્ટર સેગમેન્ટની આવક 1094 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટ્રેક્ટર સેગમેન્ટના એબિટડા 165.7 કરોડ રૂપિયાથી ઘટીને 161.8 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટ્રેક્ટર સેગમેન્ટના એબિટડા માર્જિન 15.1 ટકાથી ઘટીને 13.1 ટકા રહ્યા છે.