બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Thu, 26, 2019 પર 08:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બેન્ક/એનબીએફસીએસ -
નાણામંત્રી કાલે ખાનગી બેન્કોના પ્રમુખોને મળશે. NBFCs અને HFCs પ્રમુખોની પણ કરશે મુલાકાત.

નેસ્લે -
ઓક્ટોબર સિરીઝથી નિફ્ટીમાં શામિલ થશે નેસ્લે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ નિફ્ટીથી બહાર થશે.

સ્ટરલાઇટ ટેક -
ગ્લોબલ ડેટા સોલ્યુશન ગ્રુપમાં 100% હિસ્સો ખરીદશે કંપની.

ઈન્ટરગ્લોબ એવિએશન પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ ઈન્ટરગ્લોબ એવિએશન પર લક્ષ્યાંક રૂપિયા 2261 નો રાખ્યો. Ind-AS 116ના કારણે નાણાકીય વર્ષ 20ના ઈપીએસમાં ઘટાડો છે. નવા ASના કારણે P&L અને BS પર અસર થશે.

જુબિલન્ટ ફૂડ્ઝ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે જુબિલન્ટ ફૂડ્ઝ પર લક્ષ્યાંક ઘટાડીને રૂપિયા 1200 નો આપ્યો. રેટિંગ નેચરલ ઘટાડીને અંડરપર્ફોમ કર્યું. FY20ના SSSG અનુંમાન ઘટાડીને 4.5% કર્યું. EBITDA માર્જિનમાં 100 bps ઘટવાનું અનુમાન છે. અર્નિંગમાં 8-11%નો ઘટાડો કર્યો.