બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Thu, 14, 2019 પર 08:29  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝ-


નાણાકિય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝનો નફો 40.6 ટકાથી વધીને 325 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકિય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝનો નફો 231.2 કરોડ રૂપિયાનો થયો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝની આવક 2.8 ટકા વધીને 1806.6 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝની આવક 1757.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 367.6 કરોડ રૂપિયાથી વધીને 368.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં પિડિલાઇટ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 20.9 ટકાથી ઘટીને 20.4 ટકા રહ્યા છે.


બાટા ઇન્ડિયા-


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાનો નફો 30.1 ટકા વધીને 71.3 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાનો નફો 54.9 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાની આવક 7.3 ટકા વધીને 721.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાની આવક 673 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાના એબિટડા 86.6 કરોડ રૂપિયાથી વધીને 185.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બાટા ઈન્ડિયાના એબિટડા માર્જિન 12.9 ટકાથી વધીને 25.6 ટકા રહ્યા છે.


બીએચઇએલ-


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બીએચઇએલનો નફો 36 ટકા ઘટીને 118.6 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બીએચઇએલનો નફો 185.2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બીએચઇએલની આવક 8.2 ટકા ઘટીને 6225.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બીએચઇએલની આવક 6779.9 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બીએચઇએલના એબિટડા 240.9 કરોડ રૂપિયાથી વધીને 266.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બીએચઇએલના એબિટડા માર્જિન 3.5 ટકાથી વધીને 4.3 ટકા રહ્યા છે.


કેડિલા હેલ્થ-


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં કેડિલા હેલ્થનો નફો 74.3 ટકા ઘટીને 107 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં કેડિલા હેલ્થનો નફો 417.5 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં કેડિલા હેલ્થની આવક 13.7 ટકા વધીને 3366.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં કેડિલા હેલ્થની આવક 2961.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કેડિલા હેલ્થના એબિટડા 687.8 કરોડ રૂપિયાથી ઘટીને 625.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કેડિલા હેલ્થના એબિટડા માર્જિન 23.2 ટકાથી વધીને 18.6 ટકા રહ્યા છે.


અદાણી પાવર-


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો ઘટીને 3.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો 386.9 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 16.7 ટકાથી ઘટીને 5915.7 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 7104.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા 2253.1 કરોડ રૂપિયાથી ઘટીને 1348.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા માર્જિન 31.7 ટકાથી ઘટીને 22.8 ટકા રહ્યા છે.