બજાર » સમાચાર » આજનો વેપાર

જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

ના રોજ પ્રકાશિત Tue, 06, 2018 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટાટા મોટર્સ -
ઑવરઓલ નરમ પરિણામ, નફો અનુમાન કરતાં ઘણો નીચે છે. જેએલઆરના પ્રદર્શનમાં ફટકો પડતાં કંપનીના નરમ પરિણામ. ભારતીય કારોબાર ખોટમાંથી નફામાં આવ્યો, માર્જિન પણ સુધર્યા. વૉરબર્ગ પિંકસ સાથે ટાટા ટેક્નૉલોજીસ માટેની ડીલ રદ કરવામાં આવી. રેગ્યુલેટરી અડચણો બાદ બન્ને કંપનીએ સહમતિથી રદ કરી ડીલ. પરિણામ બાદ સીએલએસએ દ્વારા વેચવાલીની સલાહ યથાવત, લક્ષ્યાંક રૂપિયા 395 છે. ડૉઇશ બેન્ક અને સીએલએસએ બન્નેના મતે જેએલઆરના પ્રદર્શનમાં નરમાશથી ચિંતા.

ભારત ફોર્જ -
ક્લાસ-8 ટ્રક વેચાણ 116% વધીને 47,200 પર છે. 2006 બાદ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. ભારત ફોર્જનો 15% કારોબાર નોર્થ અમેરિકાથી.

પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ/ઇન્ડિયા ગ્લાઇકૉલ -
ઇથેનૉલ પૉલિસી કેબિનેટ પાસેથી મંજૂરી મેળવવા રજૂ કરવામાં આવશે. અલ્ટરનેટ ફ્યુલ પર ફોકસ કરવા મિથેનના ઉપયોગને પ્રોત્સાહન. નીતિન ગડકરીએ પૉલિસી અંગે આપ્યા સંકેત.

પીસી જ્વેલર -
ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે રૂપિયા 435.93 પ્રતિશેરના ભાવે 40.9 લાખ શૅર્સ ખરીદ્યા. ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે 1% જેટલી ઇક્વિટી ખરીદી.


બોમ્બે ડાઇંગ -
સોસાયટી જનરાલે રૂપિયા 215.98 પ્રતિશેરના ભાવે 12.68 લાખ શૅર્સ ખરીદ્યા. સોસાયટી જનરાલે 0.6% હિસ્સો ખરીદ્યો.

ઉજ્જીવન -
ક્વાર્ટર 3 નાણાકીય વર્ષ 18માં સારા પરિણામ. નવી લોનની ગ્રોથ અને સારી એસેટ ક્વૉલિટીને લીધે પરિણામ મજબૂત. જોકે યીલ્ડમાં દબાણને લીધે એનઆઈઆઈને થોડી અસર.

કોચિન શિપયાર્ડ -
ક્વાર્ટર 3માં કંપનીના સારા પરિણામ. માર્જિન સુધર્યા, વધીને 22.4% પર છે. નફામાં પણ 26%નો જોરદાર ઉછાળો છે.