બજાર » સમાચાર » આજનો વેપાર

આજના સ્ટોક્સ ઈન ન્યૂઝ પર નજર

ના રોજ પ્રકાશિત Tue, 11, 2017 પર 08:49  |  સ્ત્રોત : CNBC-Bajar

એસબીઆઈ
એસબીઆઈ લાઇફ આઈપીઓ દ્વારા 8 કરોડ શૅર્સ વેચવાની યોજના છે. એસબીઆઈ લાઇફના આઈપીઓ ને સેબી ની મંજૂરી મળી છે. એસબીઆઈ લાઇફ, બીએનપી પારિબાસ કાર્ડિફ સાથે ચર્ચા બાદ પ્રાઇસ નક્કી થશે. શૅર્સ વેચી રૂપિયા 7,000 કરોડ એકત્ર કરવાની યોજના છે.


એમટી એડ્યુકેર
અમિતાભ સોંથાલિયાએ રૂપિયા 68.58/shના ભાવે 3 લાખ શૅર્સ ખરીદ્યા છે. અમિતાભ સોંથાલિયા ઇનસિન્ક કેપિટલના ભાગીદાર છે. ઇન્સિન્ક કેપિટલમાં રાકેશ અને રેખા ઝુનઝુનવાલા પાર્ટનર્સ છે.


ડૉનિયર ઇન્ડસ્ટ્રીઝ
ગ્રાસિમની સબ્સિડિયરી ગ્રાસિમ ભિવાની ટેક્સટાઇલ્સ ખરીદી છે. ગ્રાસિમ ભિવાની નાણકીયા વર્ષ 2017માં રૂપિયા 517 કરોડ આવક, એબિટડા રૂપિયા 48 કરોડ છે. ગ્રાસિમ ભિવાનીનો નાણકીયા વર્ષ 2016માં ખોટ રૂપિયા 10.8 કરોડ


બાયૉકો
બાયૉકોન પર સિટીએ ખરીદીની સલાહ યથાવત રાખી છે. પણ લક્ષ્યાંક 440 રૂપિયાથી ઘટાડી 405 રૂપિયા કર્યો છે. તેમના મતે ફ્રેન્ચ રેગ્યુલેટરના પગલાં બાદ અનિશ્ચિતતા ઊભી થાય છે અને નવા લૉન્ચમાં વિલંબ થઈ શકે છે.


બ્રિગેડ એન્ટરપ્રાઇઝ
બ્રિગેડ એન્ટરપ્રાઇઝ પર કોટક સિક્યોરિટીઝે ખરીદીની સલાહ સાથે કવરેજ શરૂ કર્યું છે. લક્ષ્યાંક 320 રૂપિયનો નક્કી કર્યો છે. કંપનીના રેન્ટલ કારોબાર અને નવા માર્કેટમાં પ્રવેશવાની રણનીતિ પર કોટકે ભરોસો બતાવ્યો છે.


શુગર સ્ટૉક્સ
શુગર સ્ટૉક્સ આજે ફોકસમાં રહેશે. સ્થાનિક કારોબારને ટેકો આપવા સરકારે શુગર પર ઇમ્પોર્ટ ડ્યુટીમાં 10 ટકાનો વધારો કર્યો છે. 40 ટકાથી ઇમ્પોર્ટ ડ્યુટી વધારી 50 ટકા કરવામાં આવી છે.


બજાજ ઇલેક્ટ્રિકલ્સ
બજાજ ઇલેક્ટ્રિકલ્સે સ્ટરલાઇટ લાઇટિંગમાં 28 ટકા ઇક્વિટી શૅર્સ ખરીદ્યા છે. સ્ટરલાઇટ લાઇટિંગમાં બજાજ ઇલેક્ટ્રિકલ્સનો હિસ્સો 19 ટકાથી વધી 47 ટકા પર કરવામાં આવ્યો છે.


પટેલ ઇન્ટિગ્રેટેડ લૉજિસ્ટિક્સ
પટેલ ઇન્ટિગ્રેટેડ લૉજિસ્ટિક્સ ફોકસમાં રહેશે. કંપનીએ ખેડામાં આવેલા સુમર લૉજિસ્ટિક્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના વેરહાઉસ માટે કરાર કર્યો છે. 30 વર્ષ માટે આ 35,000 સ્ક્વેર ફીટના વેરહાઉસમાં કંપની કામકાજ કરી શકશે.


ડીબી કોર્પ
ડીબી કોર્પ 2520 મેગાવૉટની પાવર સબ્સિડિયરીને વેચે એવી સંભાવના છે. ટાટા પાવર, આઈસીઆઈસીઆઈ વેન્ચર્સ અને સીડીપીક્યૂના જોઇન્ટ વેન્ચરને આ સબ્સિડિયરી વેચવામાં આવશે.


આઇનૉક્સ વિંડ
આઇનૉક્સ વિંડ અને સુઝલૉન પણ ફોકસમાં રહેશે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી માટેનું ઑક્શન થવાનું છે, જેમાં બન્ને કંપની ભાગ લેશે. જોકે જીએસટીના દરને લગતી અનિશ્ચિતતાને જોતાં આ ઑક્શનમાં વિલંબ થઈ રહ્યો છે.


સુઝલૉન
આઇનૉક્સ વિંડ અને સુઝલૉન પણ ફોકસમાં રહેશે. ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી માટેનું ઑક્શન થવાનું છે, જેમાં બન્ને કંપની ભાગ લેશે. જોકે જીએસટીના દરને લગતી અનિશ્ચિતતાને જોતાં આ ઑક્શનમાં વિલંબ થઈ રહ્યો છે.