બજાર » સમાચાર » આજનો વેપાર

આજના સ્ટોક્સ ઈન ન્યૂઝ પર નજર

ના રોજ પ્રકાશિત Tue, 19, 2017 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

જેટ એરવેઝ/સ્પાઈસ જેટ/ઈન્ડિગો -
સ્પાઇસજેટનો લોડ ફેક્ટર સૌથી વધુ, 94.5 પર છે. એર પેસેન્જર ટ્રાફિક ઑગસ્ટમાં 15.6 ટકા વધી 96.9 લાખ પર છે. ડીજીસીએના આંકડા મુજબ જાન્યુઆરી-ઑગસ્ટમાં પેસેન્જરની સંખ્યા 17% વધી. ઇન્ટરગ્લોબ એવિએશન ક્યૂઆઈપીની પ્રાઇસ રૂપિયા 1130 પ્રતિ શેર પર નક્કી થઈ.

બાયોકૉન -
વિશાખાપટ્ટનમ પ્લાન્ટની તપાસ સફળતા પૂર્વક પૂરી. તપાસ દરમિયાન કોઇ અવલોકન મળ્યા નહીં. કંપની માટે મહત્વપૂર્ણ એપીઆઈ પ્લાન્ટ છે. યુએસએફડીએ દ્વારા સૌપ્રથમ બાયૉસિમિલરને મંજૂરી આપવામાં આવી.

એમટીએનએલ/આઈટીઆઈ/ફેક્ટ/કોનકોર/ડ્રેડજીંગ -
વિનિવેશના મુદ્દે આજે પીએમ નરેન્દ્ર મોદીની મહત્વની બેઠક. નાણામંત્રી અરૂણ જેટલીની નાણાકિય અને વિનિવેશ વિભાગના સચિવ સાથે મહત્વની બેઠક.

ટાટા મોટર્સ -
આજે રૂપિયા 2000 કરોડની રિવર્સ બુક બિલ્ડિંગ લૉન્ચ કરવામાં આવી. 4% પ્રીમિયમ પર લૉન્ચ કરવામાં આવી બુક બિલ્ડિંગ ઑફર. પ્રમોટર્સ ટાટા સન્સ ખરીદશે હિસ્સો.

ઇન્ડિયાબુલ્સ રિયલ -
ડિસેમ્બરથી સ્ટૉક એફએન્ડઓ માંથી બહાર થશે. સતત સ્ટૉક એફએન્ડઓ પ્રતિબંધમાં જોવા મળ્યો છે. એફએન્ડઓ માંથી બહાર થતાં ફાયદો થઈ શકે, શૉર્ટ્સ કરવા સરળ નહીં હોય. પ્રમોટર્સ દ્વારા હિસ્સો વેચવામાં આવ્યો છે, જે પણ અસર કરી શકે.