બજાર » સમાચાર » આજનો વેપાર

આજના સ્ટોક્સ ઈન ન્યૂઝ પર નજર

ના રોજ પ્રકાશિત Thu, 15, 2018 પર 08:37  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સન ફાર્મા -
પરિણામ અનુમાન મુજબ, માર્જિન ગાઇડન્સ પ્રમાણે છે. એક વખતના ટેક્સના ખર્ચને લીધે નફામાં મોટો ઘટાડો. યુએસ માર્કેટથી આવક 35% ઘટતાં આવક પર નેગેટિવ અસર. મૅનેજમેન્ટે આવક ગાઇડન્સથી થોડી ઓછી રહે એમ કહ્યું. પ્રાઇસિંગની અનિશ્ચિતતાથી માર્જિન પર અસર યથાવત રહેશે.

પીએનબી -
30 બેન્કના ચૅરમૅનને કૌભાંડ મામલે લખ્યો પત્ર. 12 ફેબ્રુઆરી સુધીમાં થયેલા કૌભાંડને લગતો પત્ર લખ્યો. જુનિયર બ્રાન્ચ ઑફિસરે બિનસત્તાવાર LoU જાહેર કરી હોવાની વાત સ્વીકારી. નિરવ મોદી ગ્રુપ માટે આ LoU જાહેર કર્યા હોવાનું કહ્યું. એલઓયુ એટલે લેટર ઑફ અંડરટેકિંગ. ભારતીય બેન્કની વિદેશી બ્રાન્ચની દરમિયાનગીરીને લગતા પત્ર.

ઝિ લર્ન -
પ્રેફરેન્શિયલ ઇશ્યૂ દ્વારા એમટી એજ્યુકેરમાં હિસ્સો ખરીદ્યો. 44.53% હિસ્સો રૂપિયા 62.57 પ્રતિશેર પર ખરીદ્યો. 26% હિસ્સા માટે રૂપિયા 72.76 પ્રતિશેરના ભાવે ઑપન ઑફર. ઑલકૅશ ડીલ બાદ ઝી લર્નનો હિસ્સો વધીને 44.56% થશે.

રેપ્કો હોમ ફાઇનાન્સ -
પ્રોપર્ટી સામેની લોનના એનપીએમાં થયો વધારો. વ્યાજ આવક અનુમાન મુજબ, પણ નફા પર ફટકો. ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે પ્રોવિઝન્સમાં વધારાથી નફો ઘટ્યો. ઑવરઓલ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન સારા રહ્યા.

જેટ એરવેઝ -
કંપનીનો નફો 46% ઘટી રૂપિયા 165 કરોડ પર છે. કંપનીની આવક રૂપિયા 5511 કરોડથી વધી રૂપિયા 6086 કરોડ પર છે.