બજાર » સમાચાર » આજનો વેપાર

આજના સ્ટોક્સ ઈન ન્યૂઝ પર નજર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

પીસી જ્વેલર્સ/ટીબીઝેડ/થાંગમિલ -
આરબીઆઈએ બેન્કો પર એલઓયુએસ, એલઓસીએસ રજૂ કરવા પર રોક લગાવી. એલઓયુ એટલે કે લેટર ઑફ અંડરટેકિંગ. એલઓસી એટલે કે લેટર ઑફ કમ્ફર્ટ. જ્વેલરી કંપનીઓ આ માધ્યમથી ધિરાણ લેતી હોય છે.

ફોર્ટિસ હેલ્થકેર -
મલેશિયાની IHH નૉન-પ્રમોટર શૅર્સ ખરીદવાની ઑફર લાવી શકે. ટીપીજી-મણિપાલની બોલી સામે હરિફાઈને જોતાં આ ઑફરની સંભાવના છે. લુથરા & લુથરા લૉ કંપનીની રિપોર્ટ પહેલાં આ ઑફર લાવી શકે IHH.

આઈઆરબી ઇન્ફ્રા -
2 હાઇ-વે પ્રોજેક્ટ બનાવવા માટે સૌથી ઓછી બોલી લગાવી. જોઇન્ટ વેન્ચર હેઠળના પ્રોજેક્ટ્સ માટે બોલી લગાવી. તામિલનાડુના બંને હાઇવે પ્રોજેક્ટ રૂપિયા 3465 કરોડના છે. 730 દિવસમાં આ પ્રોજેક્ટ પૂરા કરવાના રહેશે.

ફ્યુચર રિટેલ -
ઓમાનની કંપની ખિમજી રામદાસ LLC સાથે JV કર્યો. ઓમાનમાં fbb બ્રાન્ડ ફેશન સ્ટોર ખોલવા માટે કરાર.

હિમાદ્રિ કેમિકલ્સ/મેંગ્લોર કેમિકલ્સ -
ચીનથી ઇમ્પોર્ટ થનારા કેમિકલ SNF પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવી. 5 વર્ષ માટે $217.40-$397.29 પ્રતિ ટન ભાવ પર લગાવી ડ્યૂટી. રબર, જિપ્સમ, એગ્રો કેમિકલ બનાવવા કેમિકલનો ઉપયોગ છે.