બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Tue, 04, 2017 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

જસ્ટ ડાયલ
સીએફઓ રામકુમાર ક્રિષ્નમચારીએ રાજીનામું આપ્યું, 30 સપ્ટેમ્બરે છૂટ્ટા થશે. મોર્ગન સ્ટેનલીના મતે સીનિયર મૅનેજમેન્ટના રાજીનામા ચેતવણીના સંકેત છે. હરિફાઈ વધતાં અને ઇનૉવેશન ઓછું થતાં નેગેટિવ અસર છે. મોર્ગન સ્ટેનલીએ અંડરવેટ રેટિંગ સાથે રૂપિયા 355નો લક્ષ્યાંક આપ્યો છે.


આઈસીઆઈસીઆઈ બેન્ક
ઇન્ડોસ્ટાર આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સમાં 70% હિસ્સો ખરીદવા વાતચીતમાં છે. ઇન્ડોસ્ટારે રૂપિયા 2000 કોરડમાં 70% હિસ્સો ખરીદવાની ઑફર કરી છે. આ વેલ્યુએશન પર આઈસીઆઈસીઆઈ હોમ ફાઇનાન્સનું વેલ્યુએશન રૂપિયા 2860 કરોડ પર છે. હિસ્સો ખરીદવા આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે ત્રીજી વખત વાતચીત છે.


જિંદલ પૉલી
જોઇન્ટ વેન્ચર મારફત પૅકેજિંગ કંપની ખરીદી કરી છે. રૂપિયા 598 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર કરાર છે. જોઇન્ટ વેન્ચર દ્વારા ઑલ કૅશ ડીલથી કરાર કરાયો છે. અપેલદૂર્ણ પેકગિંગ નામની આ કંપની વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ બનાવે છે. જિંદલ પૉલી પાસે હાલ રૂપિયા 300 કરોડની કૅશ અને ડેટ-ટુ-ઇક્વિટી 0.6x પર છે.


ટાટા મોટર્સ
જેએલઆરના યૂએસ વેચાણના આંકડા જાહેર થયા છે. જૂન મહિનામાં કુલ વેચાણ 3.1 ટકા વધ્યું છે. જેગુઆરનું વેચાણ 7.4 ટકા અને લેન્ડરોવર વેચાણ 1 ટકા જેટલું વધ્યું છે.


એનટીપીસી
એનટીપીસી ફોકસમાં રહેશે. કંપનીએ એક્સચેન્જને જાણકારી આપી છે કે 11મી તારીખે બોર્ડની બેઠક થશે, જેમાં બોનસ શૅર્સ ઇશ્યુ કરવા પર નિર્ણય લેવામાં આવશે.


યસ બેન્ક
યસ બેન્ક બોર્ડની 26મી જુલાઈએ બેઠક થશે. આ બેઠકમાં શૅર્સ વિભાજન પર નિર્ણય લેવામાં આવશે.


અંબુજા સિમેન્ટે
અંબુજા સિમેન્ટે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં 4.2 કરોડ ટન લાઇમસ્ટોનના બ્લોકના હક મેળવ્યા છે.. ઇ-ઑક્શન મારફત આ હક મેળવ્યા છે.. સિટીએ આ પગલાંને પોઝિટિવ ગણાવી ખરીદીની સલાહ સાથે 295 રૂપિયાનો લક્ષ્યાંક આપ્યો છે..


ઇન્ડોરામા સિન્થેટિક્સ
ટાટા કેમિકલ્સ અને ઇન્ડોરામા સિન્થેટિક્સ ફોકસમાં રહેશે.. ટાટા કેમિકલ્સ હલ્દિયા પ્લાન્ટ વેચીને ફર્ટિલાઇઝર કારોબારમાંથી બહાર થવા માંગે છે.. ઇન્ડોરામા સિન્થેટિક્સ આ ફર્ટિલાઇઝર પ્લાન્ટ ખરીદી શકે છે..


ટાટા કેમિકલ્સ
ટાટા કેમિકલ્સ અને ઇન્ડોરામા સિન્થેટિક્સ ફોકસમાં રહેશે.. ટાટા કેમિકલ્સ હલ્દિયા પ્લાન્ટ વેચીને ફર્ટિલાઇઝર કારોબારમાંથી બહાર થવા માંગે છે.. ઇન્ડોરામા સિન્થેટિક્સ આ ફર્ટિલાઇઝર પ્લાન્ટ ખરીદી શકે છે..


ઇમામી પેપર મિલ્સ
ઇમામી પેપર મિલ્સને પ્લાન્ટના વિસ્તરણ માટે મંજૂરી મળી છે.. ઓડિશા સરકારે બાલગોપાલપુરના પ્લાન્ટમાં ક્ષમતા વધારવાની કંપનીની યોજનાને લીલી ઝંડી આપી છે.. આ પ્લાન્ટનો ખર્ચ 650 કરોડ રૂપિયાની આસપાસ છે..


ઇન્ડિયન હ્યુમ પાઇપ
ઇન્ડિયન હ્યુમ પાઇપને રાજસ્થાન સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી શહેરી વિસ્તારમાં વૉટર સપ્લાઇ માટેનો ઓર્ડર મળ્યો છે.. 260 કરોડ રૂપિયાનો ઓર્ડર 31 મહિનામાં પૂરો કરવામાં આવશે.. 10 વર્ષ માટે મેન્ટેનન્સના ઓર્ડરનો પણ આમાં સમાવેશ થાય છે.