બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Mon, 10, 2017 પર 09:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બાયોકોન
બેંગલુરુ યૂનિટમાં ખરાબ મેન્યુફેક્ચરિંગનો આક્ષેપ છે. ફ્રેન્ચ રેગ્યુલેટર એએનએસએમના નિયમોનું યોગ્ય અનુકરણ નહીં. 3 પ્રોડક્ટ્સ ગુડ મૅન્યુફેક્ચરિંગ પ્રૅક્ટિસ (જીએણપી)માં નિષ્ફળ છે. પ્રોડક્ટ્સ, પેકેજિંગમાં ફરી તપાસ થશે. ક્વૉલિટી કન્ટ્રોલ ટેસ્ટિંગમાં પણ ફરી તપાસ કરવામાં આવશે.આ પગલાં બાદ યુરોપમાં નવી મંજૂરીમાં વિલંબ થશે. યૂએશએફડીએ તરફથી નવી મંજૂરીમાં પણ વિલંબ થઈ શકે છે. ટ્રસ્ટઝુમાબ દવાની મંજૂરીમાં શંકા ઊભી થતાં લક્ષ્યાંક ઘટી શકે છે.

ટાટા મોટર્સ
જૂન રિટેલ જાએળઆર વેચાણ 11% વધ્યું છે. ચીનમાં 65.3%ની વૃદ્ધિ જોવા મળી છે. એફ-પેસ અને એક્સએફના વેચાણમાં જોરદાર વૃદ્ધિ છે. રેન્જરોવર વેલારના વેચાણમાં પણ જોરદાર ગ્રોથ છે.

સ્પાઇસજેટ
સરકારે એરક્રાફ્ટ અને એન્જિન્સની આયાતમાંથી છે. જીએસટી માફી આપી છે. એવિએશન ઇન્ડસ્ટ્રીએ રાહત માટેની વિનંતી કરી હતી. આ પહેલા ઇન્ડસ્ટ્રી પાસેથી બમણી વસૂલાત થતી હતી.

ઈન્ડિગો
સરકારે એરક્રાફ્ટ અને એન્જિન્સની આયાતમાંથી છે. જીએસટી માફી આપી છે. એવિએશન ઇન્ડસ્ટ્રીએ રાહત માટેની વિનંતી કરી હતી. આ પહેલા ઇન્ડસ્ટ્રી પાસેથી બમણી વસૂલાત થતી હતી.

જેટ એરવેઝ
સરકારે એરક્રાફ્ટ અને એન્જિન્સની આયાતમાંથી છે. જીએસટી માફી આપી છે. એવિએશન ઇન્ડસ્ટ્રીએ રાહત માટેની વિનંતી કરી હતી. આ પહેલા ઇન્ડસ્ટ્રી પાસેથી બમણી વસૂલાત થતી હતી.

ફોર્ટિસ હેલ્થ
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે ફોર્ટિસ હેલ્થને એડીડી રેટિંગથી અપગ્રેડ કરી ખરીદીની સલાહ આપી છે. સાથે જ લક્ષ્યાંક 198 રૂપિયાથી વધારી 208 રૂપિયા કર્યો છે. ઘટાડાનું કારણ ફંડામેન્ટલ નથી એમ તેઓ માને છે અને કારોબારની ક્ષમતા પૂરતી છે એમ પણ ઉમેર્યું છે.

એનટીપીસી
સીએલએસએ દ્વારા એનટીપીસીને અપગ્રેડ કરવામાં આવ્યો છે. આઉટપરફોર્મથી રેટિંગ વધારી ખરીદીની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક 176 રૂપિયાથી વધારી 186 રૂપિયા કરવામાં આવ્યો છે. સ્ટૉકના અંડરપરફોર્મન્સ સામે ગ્રોથની સંભાવના જોતાં આગળ તેજી આવશે એમ તેઓ માને છે.

એમટીએનએલ
એમટીએનએલના ઋણના રિસ્ટ્રક્ચરિંગ અને રિવાઇવલ પ્લાન પર ડેલોઇટ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેના પર ટેલિકોમ મંત્રાલય વિચાર કરશે. બીએસએનએલ મર્જર અને ઋણ ઘટાડવા પર આ રિપોર્ટમાં સૂચનો આપવામાં આવ્યા છે.

સેટિન ક્રેડિટકેર
સેટિન ક્રેડિટકેરના 12.3 લાખ વૉરન્ટ્સમાં કેપિટલ ફર્સ્ટે રોકાણ કર્યું છે. સેટિન ક્રેડિટકેરના ડિસ્ટ્રિબ્યુશન ચૅનલને જોતાં કેપિટલ ફર્સ્ટ એમાં સ્ટ્રૅટેજિક રોકાણ કરવા માંગે છે.

એડલેબ્સ ઇમેજિકા
એડલેબ્સ ઇમેજિકા પર સીએઆરઈ અને આઈસીઆરએ દ્વારા અપગ્રેડ આવ્યા છે. લાંબાગાળાના ઋણને સીએઆરઈ દ્વારા ડીથી બીબીબી- અને આઈસીઆરએ દ્વારા ડીથી BB+ રેટિંગ આપવામાં આવ્યું છે.

ટાટા પાવર
ટાટા અને અદાણી પાવર આજે ફોકસમાં રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઓઇલ-ગેસ મંત્રી, મુખ્ય સચિવ અને એસબીઆઈ ચૅરપર્સન સાથે આજે બન્ને કંપનીઓના અધિકારી મળશે. આ બેઠકનું મુખ્ય ફોકસ મુન્દ્રા પ્લાન્ટની એસેટ્સ વેચવા પર રહેશે.

અદાણી પાવર

ઓમેક્સ ઑટો
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે ઑમેક્સ ઑટોમાં 2.5 ટકા હિસ્સો વેચ્યો છે. ઑપન માર્કેટમાં વેચવામાં આવેલા હિસ્સા બાદ આઈસીઆઈસીઆઈ પ્રુનો હિસ્સો 5.1 ટકાથી ઘટી 2.6 ટકા પર રહ્યો છે.