બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે બજારમાં નફાવસૂલી, નિફ્ટી 11400 ની આસપાસ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 19, 2021 પર 08:55  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટેલિકોમ સેક્ટર -
ભારતએ 40.5 લાખ સબ્સક્રાઈબર એડ કર્યા. સતત 5માં મહિને જિયો કરતા વધુ ગ્રાહક જોડાયા. જીયોના 4.8 લાખ સબ્સક્રાઈબર વધ્યા. વોડાફોન-આઈડીયાએ 56.9 લાખ ગ્રાહક ગુમાવ્યા. પંજાબ હરિયાણામાં જીયઓએ વધુ ગ્રાહક ગુમાવ્યા.

અંબુજા સિમેન્ટ -
નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટનો નફો 9.3 ટકા વધીને 497.1 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટનો નફો 454.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટની રૂપિયામાં આવક 12.1 ટકા વધીને 3515.1 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટની રૂપિયામાં આવક 3135.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બરમાં અંબુજા સિમેન્ટના એબિટડા 547.4 રૂપિયાથી વધીને 767.8 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટના એબિટ માર્જિન 17.5 ટકાથી વધીને 21.8 ટકા રહ્યા છે.

આઈડીએફસી ફર્સ્ટ બેન્ક -
IDFC ફર્સ્ટ બેન્ક ભંડોળ ભેગું કરશે. બોર્ડે ₹3000 કરોડ ભેગા કરવા મંજૂરી આપી. ઈક્વિટી રૂટથી કંપની ભંડોળ ભેગું કરશે.

એનએમડીસી -
Donimalai Iron Ore માં કામકાજ 18 ફેબ્રુઆરીથી શરૂ થયો.

મેરિકો -
નૂડલ્સ લોન્ચ કરશે. સફોલા બ્રાન્ડ અંતર્ગત નૂડલ્સ લોન્ચ કરશે. પાસ્ટા અને નૂડલ્સની હાલની સાઈઝ ₹7800 કરોડ. નાણાકીય વર્ષ 25માં ₹12500 કરોડની સાઈઝ થવાનું અનુમાન.

શિલ્પા મેડિકેર -
3 પ્રોડક્ટ ઈમ્પોર્ટ એલર્ટથી બહાર. 3 ડ્રગ્સની દવા ઈમ્પોર્ટ એલર્ટથી બહાર આવી. 3 દવા કંપનીનો સૌથી મોટો આવકનો સ્રોત. Azacitidine ઈન્જેક્શન, Cyclophosphamideને રાહત મળી. Erlotinib tabletsને રાહત મળી.

પોલિ મેડિક્યોર ગ્રિન -
QIP થી ફંડ ભેગુ કર્યું. ₹400 કરોડ QIP દ્વારા ભેગા કર્યા. ₹550.79ના ફ્લોર પ્રાઈસની સામે ₹524 પર QIP છે.