બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 19, 2021 પર 09:02  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ACCENTURE -
બીજા ત્રિમાસિકમાં ACCENTUREના સારા પરિણામ. આવક ગાઈડન્સ 4-6%થી વધારીને હવે 6.5-8.5% થઈ. ડૉલર આવક 8% વધીને $12.09 બિલિયન રહી. ઓપરેટિંગ માર્જિન 13.4% થી વધીને 13.7% રહ્યા. અન્ય આવકમાં 14%નો ઉછાળો નોંધાયો. નવી ડીલ 13% વધીને $16 બિલિયન રહી.


Future Retail -
દિલ્હી હાઈકોર્ટનો આદેશ. ફ્યૂચર-રિલાયન્સ ડીલ પર રોક. સિંગાપોરના મધ્યસ્થીનો આદેશ યથાવત્. કિશોર બિયાનીની સંપત્તિ અટેચ કરવાનો આદેશ. ફ્યૂચર ગ્રુપથી સંબંધિત લોકોની પણ સંપત્તિ અટેચ થશે. ફ્યૂચર ગ્રુપ પર ₹20 લાખનો દંડ ફટકાર્યો. કિશોર બિયાનીએ 28 એપ્રિલે હાજર રહેવા આદેશ આપ્યો.

INDO COUNT -
INDO COUNT પર ક્ષમતા વધારવા મંજૂરી મળી. બેડ લિનન ક્ષમતા 20% વઘારવા મંજૂરી મળી. ક્ષમતા વિસ્તાર પર કંપની ₹200 કરોડ ખર્ચશે. બે વર્ષમાં આવક ₹600 કરોડ વધવાનું અનુમાન છે.


Bharti Airtel -
TPGની માલિકીનું ધ રાઈઝ ફંડ રોકાણ કરશે. $200 મિલિયનનું રોકાણ કરશે. એરટેલ મોબાઈલ કોમર્સ BVમાં રોકાણ કરશે. એરટેલ આફ્રિકાના મોબાઈલ મની બિઝનેસ રોકાણ કરશે.