બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 08, 2020 પર 09:06  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ જીયો -
વિસ્તા ઈક્વિટીએ જીયોમાં 2.30% હિસ્સો ખરીદ્યો. વિસ્તા ઈક્વિટી પાર્ટનર્સે ₹11367 કરોડનું રોકાણ કર્યું. FB, SLP બાદ વિસ્તા ઈક્વિટીનું મોટુ રોકાણ છે. રિલાયન્સ જીયોમાં 1 મહિનામાં 3 મોટા રોકાણ.

જિલેટ ઈન્ડિયા -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં જિલેટ ઈન્ડિયાનો નફો 40.3% ઘટીને 52.4 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં જિલેટ ઈન્ડિયાનો નફો 87.76 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં જિલેટ ઈન્ડિયાની આવક 12.7 ટકા ઘટીને 406.6 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં જિલેટ ઈન્ડિયાની આવક 465.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં જિલેટ ઈન્ડિયાના એબિટડા 146.1 કરોડ રૂપિયાથી ઘટીને 80.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં જિલેટ ઈન્ડિયાના એબિટડા માર્જિન 31.4% થી ઘટીને 19.8% રહ્યા છે.

આરબીએલ બેન્ક -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં આરબીએલ બેન્કનો નફો 54 ટકા વધીને 247કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં આરબીએલ બેન્કનો નફો 114 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં આરબીએલ બેન્કની આવક 38 ટકા ઘટીને 739 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં આરબીએલ બેન્કની આવક 1021 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આરબીએલ બેન્કના ગ્રૉસ એનપીએ 3.33 ટકા થી વધીને 3.62 ટકા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં આરબીએલ બેન્કના નેટ એનપીએ 2.07 ટકાથી ઘટીને 2.05 ટકા રહ્યા છે.

એનએલસી ઈન્ડિયા -
NLC ઇન્ડિયાના પાવર યુનિટમાં વિસ્ફોટથી આશરે 8 કામદારો દવાખાનામાં દાખલ છે. ગઇકાલે સાંજે બન્યો બનાવ. દરેક અસરગ્રસ્ત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલ માં દાખલ કરાયા.

કેડિલા હેલ્થકેર -
કંપનીને US FDA તરફથી મળી મંજૂરી. Deferasirox દવા માટે મળી અંતિમ મંજૂરી.

અલેમ્બિક ફાર્માઓરોબિન્દો ફાર્મા -
Covid-19 ની સારવારમા ઉપયોગી દવાની માગ વધી. જેને કારણે અમેરિકામાં તેની અછત ઉભી થઈ. ભારતીય એલેમ્બિક, ઓરોબિન્દો માટે સારી તક છે. જે બંને બલ્ક દવા અને ફોર્મુલેશન બનાવે છે. ભારતીય સરકારે પણ આ માગની નોંધ લીધી.