બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 22, 2020 પર 08:57  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ -
જીયો પ્લેટફોર્મમાં ₹11,367 કરોડનું રોકાણ કરશે KKR. જીયો પ્લેટફોર્મમાં 2.32%ના હિસ્સા માટે કરશે રોકાણ. છેલ્લા 1 મહિનામાં જીયોમાં `78,562 કરોડનું રોકાણ.

કોલગેટ પર જેપી મોર્ગન -
જેપી મોર્ગને કોલગેટ પર ઑવરવેઈટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1400 રાખ્યો છે.

ફિલિપ્સ કાર્બન/ ગોવા કાર્બન/ હિમાદ્રી/ ઓરિએન્ટલ કાર્બનપેનાસોનિક કાર્બન -
ભારત કાર્બન બ્લેક પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લંબાવશે. ચીન અને રશિયાથી આવતા કાર્બન બ્લેક પર લંબાવશે ડ્યૂટી. સ્થાનિક ઇન્ડસ્ટ્રીએ બાબતની તપાસ કરવા કહ્યું. રબર અને ટાયર ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે કાર્બન બ્લેક.

બંધન બેન્ક -
પશ્ચિમ બંગાળ, ઓડિશામાં તોફાનથી વ્યાપારને અસર. અમ્ફાનની અસર લગભગ 65,000 ગ્રાહકો પર છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આશરે ₹260 કરોડનું એક્સપોઝર છે.

ઓએનજીસી/એનટીપીસી -
ઓએનજીસી અને એનટીપીસી નવા જેવીની તૈયારીમાં છે. 21 મે એ બંનેએ MoU કર્યો. રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરવામાં જેવી મદદરૂપ થશે.

એનઆઈઆઈટી ટેક્નોલોજીસ -
કંપની દ્વારા 19.56 લાખ શેરની બાયબેક ઓફર જાહેર. ₹1725ના પ્રાઈસે 3.13% હિસ્સો ખરીદવાની જાહેરાત. ₹337.46 કરોડ રૂપિયામં કરશે બાયબેક. 21 મે ની કિંમત કરતા 20% પ્રિમિયમ પર થશે બાયબેક. બાયબેક 29મેએ ખુલશે 11 જૂને બંધ થશે.