બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 19, 2020 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટીન પ્લેટ/હિંદુસ્તાન ટીન વોર્સ/જેએસડબ્લ્યુ સ્ટીલ -
ભારત અમુક સ્ટીલ પ્રોડ્ક્ટ્રસ પર લગાવશે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી. EU, જાપાન, US, કોરિયાથી આયાત થતા સ્ટીલ પ્રોડક્ટ્સ પર લાવશે ડયૂટી. પાંચ વર્ષ માટે લગાવી શકે છે ડયૂટી. JSW વલ્લભ ટીનપ્લેટ, ટીનપ્લેટ ઇન્ડિયાએ કરી હતી અરજી.

ટાટા મોટર્સ -
મૂડીઝે કંપનીનું આઉટલુક નેગેટિવ કર્યુ. કંપનીનું રેટિંગ B3થી ઘટાડી B1 કર્યું.

એચઓસીએલ -
વિનિવેશ વિભાગે HOCLને રસાયણ યૂનિટની સંપત્તિ જલ્દી વેચવા માટે લખી ચિઠ્ઠી. HOCL- હિન્દુસ્તાન ઓર્ગેનિક કેમિકલ્સ લિ. BPCL એ HOCLની મહારાષ્ટ્રમાં આશરે 250 એકર જમીન માટે ઇચ્છા વ્યક્ત કરી. BPCL પહેલા જ HOCL ની આશરે 290 એકર જમીન ખરીદી ચુક્યું છે.

થર્મેક્સ -
નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં થર્મેક્સનો નફો 69.2% ઘટીને 39 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં થર્મેક્સનો નફો 126.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં થર્મેક્સની આવક 36.2% ઘટીને 1322.9 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં થર્મેક્સની આવક 2073.7 કરોડ રૂપિયા રહી હતી.

એચયુએલ પર જેફરીઝ -
જેફરીઝે એચયુએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 2525 રાખ્યો છે.

પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1100 રાખ્યા છે.

પીડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ પર સીએલએસએ -
સીએલએસએએ પીડિલાઈટ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1490 રાખ્યો છે.