બજાર » સમાચાર » આજનો વેપાર

આજે ફોક્સમાં રહેવા વાળા છે આ શેર

ના રોજ પ્રકાશિત Wed, 11, 2019 પર 08:57  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


યસ બેન્ક -
રાણા કપૂર બેન્કની સંપૂર્ણ હિસ્સેદારી વેચી શકે છે. paytmના વિજય શેખર શર્માથી વાતચીત ચાલુ છે. મનીકંટ્રોલ પ્રમાણે ડિલ રૂપિયા 2000 કરોડમાં થઈ શકે. રાણા કપૂર અને તેમના પરિવારનો બેન્કમાં 9.64% હિસ્સો છે. વર્તમાન ભાવે હિસ્સાની કિંમત અંદાજે રૂપિયા 1550 કરોડ છે. રાણા કપૂર અને તેમના પરિવારનો 69% હિસ્સો ગિરવે છે. રિલાયન્સ નિપ્પોન AMCમાં હિસ્સો ગિરવે મુક્યો. ડિલ બાદ રિલાયન્સ નિપ્પોન AMCનું દેવું ચૂકવશે. રવનિત ગિલએ એક ગ્લોબલ ટેક કંપનીથી ડિલની વાત કરી. યસ બેન્કએ ડિલની રિપોર્ટને નકાર્યું છે.

ઝિ એન્ટરટેનમેન્ટ -
એસેલ ગ્રુપ અને ઇન્વેસ્કો ઓપીનહેમરની ડીલ પુરી થઇ. MFsને Zeeથી 45-60% બાકીની રકમ મળી. એચડીએફસી મ્યુચ્યુઅલફંડને રૂપિયા 580 કરોડ એટલે લગભગ 50% રકમ મળી. એબીએસએલને રૂપિયા 760 કરોડ એટલે લગભગ 49% રકમ મળી. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલને રૂપિયા 435 કરોડ એટલે લગભગ 60% રકમ મળી. કોટક બેન્કને રૂપિયા 207 કરોડ એટલે લગભગ 52% રકમ મળી.

નેસ્લે ઈન્ડિયા પર એડલવાઇસ -
એડલવાઇસે નેસ્લે ઈન્ડિયા પર લક્ષ્યાંક રૂપિયા 12410 થી વધારીને રૂપિયા 12850 કર્યો.

ગ્લેનમાર્ક ફાર્મા -
Clobetasol Propionate ફોમને US FDAથી છેલ્લી મંજૂરી મળી. Olux Foamનું જેનેરિક વર્જન છે Clobetasol Propionate ફોમ.

એસ્કોર્ટસ પર એચએસબીસી -
એચએસબીસીએ એસ્કોર્ટસ પર લક્ષ્યાંક રૂપિયા 980 થી ઘટાડીને રૂપિયા 770 નો આપ્યો. ટ્રેક્ટરની માગમાં નીચેથી ઘટાડો આવ્યો છે. વરસાદ બાદ UP અને ગુજરાતમાં વેચાણ વધી શકે. વરસાદ બાદ મહારષ્ટ્રમાં પણ વેચાણ વધી શકે. MP અને રાજસ્થાનનું વેચાણ સારબ રહેશે.

ટેક મહિન્દ્રા પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે ટેક મહિન્દ્રા પર લક્ષ્યાંક રૂપિયા 730 થી વધારીને રૂપિયા 800 નો આપ્યો. નાણાકીય વર્ષ 20-22નું ઈપીએસ અનુંમાન 3-7% વધાર્યું. ટેલિકોમ બિઝનેસમાં મજબૂતી છે. છેલ્લા 4 ત્રિમાસીકથી ટેલીકોમમાં મજબૂતી છે.

ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ -
લગભગ રૂપિયા 4420 કરોડની કમર્શિયલ એસેટ વેચશે. બ્લેકસ્ટોનની સાથે હાલ JVમાં હિસ્સો વેચશે. લોઅર પરેલ, વર્લીની કમર્શિયલ એસેટ વેચશે. હિસ્સો વેચવાથી કંપની ઝીરો નેટ ડેટ થશે.