બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 08:53  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રાઇટ્સ -
સરકાર OFS દ્વારા કંપનીનો 5% હિસ્સો વેચશે. OFS આજે નોન રિટેલર માટે ખુલશે. આવતી કાલે રિટેલર માટે ખુલ્લો મુકાશે OFS. OFSની ફ્લોર પ્રાઈઝ ₹298/શેર રાખવામાં આવી. લગભગ 6.5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈઝ.

એચયુએલ/જીએસકે કંઝ્યુમર -
NCLTએ HUL-GSK કન્ઝ્યુમર હેલ્થ ડીલને મંજૂરી આપી. HULમાં GSK કન્ઝ્યુમરનું મર્જર થશે.

કંટેનર કોર્પોરેશન ઑફ ઈન્ડિયા -
કંપનીએ રશિયન રેલવે લોજીસ્ટિક્સ સાથે કરાર કર્યા. આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર માટે કરાર કર્યા.

ઈન્ટરગ્લોબ એવિએશન -
રિલેટેડ પાર્ટી લેવાદેવામાં કોઈ ગડબડ નથી. SEBIના સવાલોના જવાબ આપી દેવામાં આવ્યા છે. આશા છે કે SEBI અમારો પક્ષ સ્વિકારશે. SEBIની તપાસના પરિણામના આધારે પ્રક્રિયા આગળ વધશે.

નેસ્લે ઈન્ડિયા -
યુબીએસે નેસ્લે ઈન્ડિયા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક ₹17000 થી વધારીને ₹19250 કર્યો.

એક્સિસ બેન્ક -
નોમુરાએ એક્સિસ બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 1050 રાખ્યો છે.