બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 15, 2021 પર 09:17  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

INFOSYS -
આઈટીની બીજી સૌથી મોટી કંપની ઇન્ફોસીસ (infosys)એ 14 એપ્રિલે માર્ચ 2021 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 2.6 ટકા ઘટીને 5078 કરોડ રૂપિયા થયો છે. આ અનુમાન કરતા ઓછું છે. અનાલિસ્ટ આશા કરી રહ્યા હતા કે ચોથા ક્વાર્ટરમાં ઈન્ફોસિસના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 5170.2 કરોડ રૂપિયા રહી શકે છે.

ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર ઇન્ફોસિસ કન્સોલિડેટેડ આવક 2.8 ટકા વધી 26,311 કરોડ રૂપિયા થઈ છે. આ અનાલિસ્ટ અનુમાન કરતા ઓછું છે. કન્સોલિડેટેડ 26,701.8 કરોડ રૂપિયાની કન્સોલિડેટેડ આવકની અપેક્ષા રાખતા હતા.

DRL, Gland, StridesShilpa  -
રેમડિસિવિર ઉત્પાદકો કિંમતો ઘટાડશે. ₹3500 સુધીનો ઘટાડો ઉત્પાદકો કરશે. 7 વધારાની સાઈટને ફાસ્ટ-ટ્રેક મંજૂરી. 10 લાખ વાઈલ્સ/ મહિનાની ક્ષમતા વધશે. વધારાની 30 લાખ વાઈલના ઉત્પાદન માટે તૈયારી.

Dr.reddys -
DRLએ ફેઝ 2-3ની ટ્રાયલ ભારતમાં કરી. 125 મિલિયન ડોઝ 250 મિલિયન યુનિટનો કરાર છે. ભારતમાં DRL રસીનું માર્કેટિંગ કરશે. રેગ્યુલેટરી અને સુરક્ષાની જવાબદારી DRLની છે. સરકાર સાથે કિંમત અંગે ચર્ચા કરશે.

EicherAshok Leyland -
ટ્રકના રેન્ટલમાં ઘટાડો આવ્યો. 1-15 એપ્રિલ દરમિયાન ઘટાડો આવ્યો. લોકડાઉનના ભયને કારણે એકાએક ઘટાડો આવ્યો. ફ્લિટ યુટિલાઈઝેશન 60% ઘટ્યું. ટ્રક ડ્રાઈવરો ઘરે પાછા ફરી રહ્યા છે.

Tata Motors -
ટ્રક ડ્રાઈવરો ઘરે પાછા ફરી રહ્યા છે. ગ્લોબલ PV હોલસેલ વેચાણ 55% વધ્યું. JRL રિટેલ વેચાણ 12.4% વધ્યું. ચીનનું વેચાણ 127% વધ્યું.

Adani Port -
ગંગાવરમ પોર્ટના 89.6%ના અધિગ્રહણને મંજૂરી મળી. CCI તરફથી કંપનીને મંજૂરી મળી.

ONGC/HOEC -
માગ વધવાથી ક્રૂડની કિંમતમા 5% નો વધારો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ $66 ના પાર નિકળ્યો.

RFC -
NFL અને RCF કંપનીમાં સરકાર OFS લાવશે. NFLનો 20% હિસ્સો વેચશે સરકાર. RCFનો 10% હિસ્સો વેચશે સરકાર. દિપમ દ્વારા EOI મગાવવામાં આવ્યા.

AVIATION STOCKS -
એરલાઈન કંપનીઓએ સચિવ સાથે બેઠક કરી. કોરોનાની અસરને લીધે થયેલા નુકસાન સામે મદદ માગી. કેપેસિટી 80%થી ઘટાડીને 60% કરવા વિનંતી કરી. રાજ્યો દ્વારા પ્રતિબંધો મૂકાતા બૂકિંગમાં ઘટાડો. હાલ એરલાઈન 100% કેપેસિટીના પક્ષમાં નહીં. લોઅર ફેર લિમીટના કડક અમલની માગણી.

UPL -
ઓસ્ટ્રેલિયાની SCએ કેસ ફગાવ્યો. સબ્સિડરી વિરુદ્ધ ક્લાસ એક્શન સ્યૂટ ફગાવ્યો. ખરાબ બિયારણ વેચવા મામલે કેસ થયો હતો.