બજાર » સમાચાર » આજનો વેપાર

સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

ના રોજ પ્રકાશિત Thu, 16, 2019 પર 08:57  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટાટા કેમિકલ્સટાટા ગ્લોબલ -
ટાટા કેમિક્લ્સથી કન્ઝયુમર કારોબાર અલગ થશે. કન્ઝયુમર કારોબાર ટાટા ગ્લોબલમાં ટ્રાન્સફર થશે. કન્ઝયુમર કારોબારનું ટાટા કેમિકલ્સના રેવેન્યુમાં 16% હિસ્સો છે. ટાટા ગ્લોબલનું નામ બદલીને ટાટા કન્ઝયુમર પ્રોડક્ટ થશે. ટાટા કન્ઝયુમર કારોબાર લગભગ રૂપિયા 9099 કરોડનું થશે. ટાટા ગ્લોબલની પાસે ટાટા સોલ્ટ, ટાટા ટી, ટેટલે જેવી બ્રાન્ડ આવશે. ટાટા કેમિકલ્સના 100 શેર પર ટાટા ગ્લોબલના 114 શેર મળશે.

ટાટા ગ્લોબલ પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે ટાટા ગ્લોબલ પર હોલ્ડના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 240 નો આપ્યો.

ટાટા કેમિકલ્સ પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે ટાટા કેમિકલ્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 695 થી વધારીને રૂપિયા 715 કર્યો.

ટાટા ગ્લોબલ પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ ટાટા ગ્લોબલ પર અંડરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 165 નો આપ્યો.

જુબિલન્ટ ફૂડવર્કસ પર જેફરીઝ -
જેફરીઝે જુબિલન્ટ ફૂડવર્કસ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1450 નો આપ્યો. લોવર SSSG અનુમાન કરતા વધારે છે. મેનેજમેન્ટને ગ્રોથ અને માર્જિન પર ભરોસો છે. નાણાકીય વર્ષ 20-21નુ અનુમાંમ 1-1.5% ઘટાડ્યું.

જુબિલન્ટ ફૂડવર્કસ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે જુબિલન્ટ ફુડવર્કસ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. Q4માં વાર્ષિક ઘોરણે આવકમાં 20%નો વધારો છે. આવક અનુમાન પ્રમાણે રહ્યું. SSSG 6% પર, અનુમાન કરતા ઓછુ રહ્યું. નાણાકીય વર્ષ 20-21નું અનુમાન 4-5% ઘટાડ્યું. લોવર SSSGના કારણે ઘટાડ્યુ અનુમાન. નાણાકીય વર્ષ 20ના અર્નિંગમાં ઘટાડો આવી શકે.

ફિનિક્સ મિલ્સ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ફિનિક્સ મિલ્સનો નફો 75.4 ટકા ઘટીને 228 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ફિનિક્સ મિલ્સનો નફો 927.7 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ફિનિક્સ મિલ્સની આવક 65.6 ટકા વધીને 723.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ફિનિક્સ મિલ્સની આવક 436.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ફિનિક્સ મિલ્સના એબિટડા 216.4 કરોડ રૂપિયાથી વધીને 377.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ફિનિક્સ મિલ્સના એબિટડા માર્જિન 11.9 ટકા થી વધીને 52 ટકા રહ્યા છે.

કેઆરબીએલ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં કેઆરબીએલનો નફો 45.4 ટકા વધીને 139 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં કેઆરબીએલનો નફો 95.3 કરોડ રૂપિયા રહ્યા હતા.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં કેઆરબીએલની આવક 36.6 ટકા વધીને 1196.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં કેઆરબીએલની આવક 876 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કેઆરબીએલના એબિટડા 204 કરોડ રૂપિયાથી વધીને 230.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કેઆરબીએલના એબિટડા માર્જિન 23.3 ટકા થી ઘટીને 19.3 ટકા રહ્યા છે.

ઇન્ડિગો -
પ્રમોટર રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલ વચ્ચે વિવાદ છે. કંપનીમાં નિયુક્તિઓને લઇને વિવાદના સમાચાર છે. બંન્ને પ્રમોટરએ વિવાદ ઉકેલવા માટે લૉ ફર્મની નિયુક્તી કરી.

લ્યુપિન -
ઔરંગાબાદ પ્લાન્ટ પર USFDAએ 3 અવલોકન મળ્યા. 6 મેથી 15 મે, 2019માં તપાસ થઇ હતી.

લ્યુપિન પર યુબીએસ -
યુબીએસએ લ્યુપિન પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. લક્ષ્યાંક રૂપિયા 970 નો આપ્યો. Q4 પરિણામ અનુમાન પ્રમાણે રહ્યા.

લ્યુપિન પર મેક્વાયરી -
મેક્વાયરીએ લ્યુપિન પર અંડરપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 716 થી ઘટાડીને રૂપિયા 705 કર્યો.

લ્યુપિન પર સીએલએસએ -
સીએલએસએએ લ્યુપિન પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 730 થી ઘટાડીને રૂપિયા 700 કર્યો. Q4નું પરિણાન અનુમાન કરતા નબળુ રહ્યું. યુએસ આવક ઓછી હોવાને કારણે પરિણામ પર અસર છે. યુએસના વેચાણમાં 23%નો વધારો થયો. નાણાકીય વર્ષ 20-21નું ઈપીએસ અનુમાન 6-14% ઘટાડ્યું.

લ્યુપિન પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે લ્યુપિન પર Q4 પરિણામ નબળા રહ્યા. વેચાણમાં 6%, એબિટડામાં 17%નો ઘટાડો. ફોરેક્સ લોસ, અન્ય ખર્ચથી માર્જિન પર અસર છે.