બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
RVNL -
RVNL-CJSCએ વંદે ભારત ટ્રેન માટે સૌથી ઓછી બોલી લગાવી. 200 વંદે ભારત ટ્રેનનું નિર્માણ અને મેન્ટેનન્સ માટે બોલી લગાવી. 120 ટ્રેન લાતુર અને 80 ટ્રેન ચેન્નાઈ પ્લાન્ટમાં બનશે. કંપનીની JVએ ₹120 કરોડ પ્રતિ ટ્રેનની બોલી લગાવી. CJSC રશિયાની કંપની છે.
HAL -
ભારતીય વાયુ સેના HAL પાસેથી બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદશે. 70 HTT-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવા કેબિનેટથી મંજૂરી. ₹6828.4 કરોડમાં આ એરક્રાફ્ટ ખરીદશે. એરક્રાફ્ટને 6 વર્ષના સમયગાળામાં સપ્લાઈ કરવામાં આવશે. બોર્ડ 10 માર્ચે FY23 માટે બીજા વચગાળાના ડિવિડન્ડ પર વિચાર કરશે.
Bharat forge -
ભારતીય સેના 307 એડવાન્સ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ્સ ખરીદશે. ચીન અને પાકિસ્તાન સાથેની સરહદ પર આ ગન મૂકવામાં આવશે.
TATA MOTORS -
ટાટા મોટર્સ અને SBIએ કરાર કર્યા. Ace EVના ફાઈનાન્સિંગ સોલ્યુશન માટે કરાર કર્યા.
CreditAccess Grameen -
fresh assesment હેઠળ AY19 માટેની I-T માંગ ઘટી. માંગ ₹2333 કરોડથી ઘટાડીને ₹122.63 કરોડ કરવામાં આવી. કર્ણાટક HC એ IT એસેસમેન્ટ ઓર્ડર રદ કર્યો. AY19 માટે 25 જૂન 2021 ના રોજ ઓર્ડર રદ કર્યો.
Dreamfolks Services -
બોર્ડે વિડસુર ગોલ્ફના 60% હિસ્સાના અધિગ્રહણ માટે આપી મંજૂરી. સિંગાપોરમાં પેટાકંપનીના ગઠનને પણ મંજૂરી આપી.
Bajaj Finserv -
MF બિઝનેસ શરૂ કરવા માટે SEBI પાસેથી લાઇસન્સ મળ્યું.
KNR Constructions -
આંધ્ર પ્રદેશમાં ₹665 કરોડનો ઓર્ડર મળ્યો.
Zomato -
દીપીન્દર ગોયલે અર્બન લેડરના બોર્ડમાંથી રાજીનામું આપ્યું. તેમના પદથી કોનફ્લિક્ટ ઓફ ઈન્ટ્રેસ્ટના કારણે રાજીનામું આપ્યું.