Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર - stock in news which stocks to watch today | Moneycontrol Gujarati
Get App

Stock in News: ક્યા શેર્સ પર રાખશો આજે નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:18:10 PM Jan 19, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    Adani Enterprises -

    FPO માટે ફ્લોર પ્રાઇસ 3,112 પ્રતિશેર નક્કી થશે. કેપ પ્રાઈસ ₹3,276 પ્રતિશેર નક્કી થશે. રિટેલ રોકાણકારો માટે ₹64/Sh ડિસ્કાઉન્ટ છે. 20,000 કરોડ રૂપિયાનો ઇશ્યૂ હશે. ઓછામાં ઓછી બિડ ભરવાની સાઈઝ 4 શેર્સની રહેશે. FPO માટે 10 ઈન્વેસ્ટમેન્ટ બેન્કરની નિમણૂક પણ કરશે. આ પાર્ટલી પેઈડ અપ શેર માટે FPO હશે. જેના માટે તબક્કાવાર ચૂકવણી કરવાની રહેશે. પહેલા તબક્કામાં 50% રકમ આપવી પડશે. 25-25% રકમ બાકીના બે હપ્તામાં આપવાની હશે. FPO 27 જાન્યુઆરીએ ખુલીને 31 જાન્યુઆરીએ બંધ થશે. FPO દ્વારા એકત્રિત ફંડનો ઉપયોગ ક્ષમતા વિસ્તાર, દેવું ઘટાડવા કરશે. અન્ય જરૂરિયાતો માટે પણ ફંડનો ઉપયોગ કરશે. ગ્રીન હાઈડ્રોજન, એરપોર્ટ પર ₹10,869 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 4165 કરોડ રૂપિયાથી એરપોર્ટ, સોલાર, રોડ પ્રોજેક્ટનું દેવું ઘટાડશે.

    INDUSIND BANK -

    ઈન્ડસઈન્ડ બેન્કે જણાવ્યુ છે કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 69 ટકાના વધારાની સાથે 1,959 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે કંપનીની વ્યાજ આવક વર્ષના આધાર પર 19 ટકા વધારાની સાથે 4,495.3 કરોડ રૂપિયા પર રહી છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર કંપનીના ગ્રૉસ એનપીએ 2.06 ટકા રહ્યા તો કંપનીના રૂપિયામાં ગ્રોસ એનપીએ 5,710.8 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર કંપનીના નેટ એનપીએ 0.62 ટકા રહ્યા તો કંપનીના રૂપિયામાં નેટ એનપીએ 1,681.5 કરોડ રૂપિયા રહ્યા છે.

    PERSISTENT SYSTEM -

    પરસિસ્ટન્ટ સિસ્ટમે જણાવ્યુ કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 8.2 ટકાના વધારાની સાથે 238 કરોડ રૂપિયા પર રહ્યો છે. ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક 5.9 ટકાના વધારાની સાથે 2,169.4 કરોડ રૂપિયા પર પહોંચી છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર કંપનીની ડૉલર આવક 3.4 ટકાના વધીને 264.35 ડૉલર પર પહોંચી ગઈ છે. તો ક્વાર્ટરના આધાર પર કંપનીના એબિટડા 333.2 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે કંપનીના એબિટડા માર્જિન 15.3% રહ્યા છે.

    Oracle Fin Services Software -

    ઓરેકલ ફિન સર્વિસિસ સૉફ્ટવેરે જણાવ્યુ કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 10 ટકાના વધારાની સાથે 437.3 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક 5.3% વધીને 1,449.2 કરોડ રૂપિયા પર પહોંચી છે.

    Rallis India -

    રેલિસ ઈન્ડિયા એ જણાવ્યુ કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 43 ટકાના ઘટાડાની સાથે 22.6 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે વર્ષના આધાર પર કંપનીની આવક 0.4% વધીને 630.9 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. તો વર્ષના આધાર પર ક્વાર્ટર 3 ના કંપનીના એબિટડા 53.3 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ક્વાર્ટર 3 ના કંપનીના એબિટડા માર્જિન 8.5% રહ્યા છે.

    Goa Carbon -

    ગોવા કાર્બને જણાવ્યુ કે 31 ડિસેમ્બર 2022 ના સમાપ્ત થયેલ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 57 ટકાના વધારાની સાથે 25.6 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે વર્ષના આધાર પર કંપનીની આવક 93% વધીને 416.8 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. તો વર્ષના આધાર પર ક્વાર્ટર 3 ના કંપનીના એબિટડા 44.9 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ક્વાર્ટર 3 ના કંપનીના એબિટડા માર્જિન 10.8% રહ્યા છે.

    Aurobindo Pharma -

    US FDA પાસેથી તેલંગાણા પ્લાન્ટ માટે અવલોકનો મળ્યા. APL હેલ્થકેર યુનિટ I & IIIને 2 અવલોકનો મળ્યા. US FDAએ અવલોકનો સાથે ફોર્મ 483 પર ઈશ્યુ કર્યું.

    DR REDDYS -

    DRLની સબ્સિડરી કંપની Novartisએ દવાના ભાવ ઘટાડ્યા. કાર્ડિયોવેસ્ક્યુલરની દવા Cidmusના ભાવ ઘટાડ્યા. 50 mg ની દવાની કિંમત ₹29 પર ટેબલેટ કરી. 100 mg દવાની કિંમત ₹49 પર ટેબલેટ કરી. 200 mg દવાની કિંમત ₹79 પર ટેબલેટ કરી. માર્કેટ શેર 32% છે.

    VEDANTA -

    વેદાંતા 1440 કરોડ રૂપિયામાં મીનાક્ષી એનર્જીનું અધિગ્રહણ કરશે. કંપનીનો આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં 1000 MWનો પાવર પ્લાન્ટ છે. મીનાક્ષી એનર્જી કોલસા આધારિત પાવર પ્લાન્ટ છે. 312 કરોડ રૂપિયા અગાઉથી ચૂકવવામાં આવશે. NCD દ્વારા ₹1128 કરોડ ઈશ્યુ કરવામાં આવશે.

    SBI -

    ઈન્ફ્રા બોન્ડ દ્વારા ₹9700 કરોડ એકત્ર કર્યા. 7.70% દરે ઈન્ફ્રા બોન્ડ દ્વારા ફંડ એકત્ર કર્યું.

    MAHINDRA LIFESPACE -

    મહિન્દ્રા લાઇફસ્પેસને મુંબઈમાં રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ મળ્યો. પ્રોજેક્ટથી કંપનીને લગભગ ₹500 કરોડની આવક થશે.

    COAL INDIA -

    FY24 માં એક અબજ ટન ઉત્પાદનનો લક્ષ્યાંક છે. કોલ ઈન્ડિયા માટે 789 mt લક્ષ્યાંક છે. સિંગારેની કોલિરીઝ માટે 75 mt લક્ષ્યાંક છે. કેપ્ટિવ & કમર્શિયલ ખાણો માટે 162 mt લક્ષ્યાંક નક્કી છે. કોલ ઈન્ડિયાની 97 ખાણોમાં દર વર્ષે એક મિલિયન ટનનું ઉત્પાદન થાય છે.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 19, 2023 8:54 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.