બજાર » સમાચાર » આજનો વેપાર

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 28, 2021 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Indusind Bank -
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કનો નફો વધીને 1016 કરોડ રૂપિયા રહ્યો છે. પાછલા વર્ષના પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કનો નફો 510.2 કરોડ રૂપિયા પર રહ્યા હતો.

પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કની વ્યાજ આવક 7.7% વધીને 3,563.7 કરોડ રૂપિયા પર રહી છે. ગયા વર્ષની પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કની વ્યાજની આવક 3,309.2 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કના ગ્રૉસ એનપીએ 2.67% વધીને 2.88% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કના નેટ એનપીએ 0.69% થી વધીને 0.84% રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કના ગ્રૉસ એનપીએ 5,795 કરોડ રૂપિયાથી વઘીને 6,185.8 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કના નેટ એનપીએ 1,476.6 કરોડ રૂપિયાથી વધીને 1,759.6 કરોડ રૂપિયા રહ્યા છે.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ઈન્ડસઈન્ડ બેન્કના પ્રોવિઝન્સ 2,258.9 કરોડ રૂપિયાથી ઘટીને 1,844 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે ગત ક્વાર્ટરની સરખામણીએ પ્રોવિઝન્સ 1,865.7 કરોડ રૂપિયાના રહ્યા છે.

Torrent Pharma -
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માનો નફો 2.8 ટકા વધીને 330 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માનો નફો 321 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 પહેલા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માની આવક 3.8 ટકા વધીને 2,134 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2021 પહેલા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માની આવક 2,056 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ટોરેન્ટ ફાર્માના એબિટા 661 કરોડ રૂપિયાથી વધીને 677 કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટા માર્જિન 32.1 ટકાથી ઘટીને 31.7 ટકા રહ્યા છે.