Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર - stocks in news do not be ignorant these are today is hot stocks | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 01:14:43 PM Jan 12, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    RELIANCE Jio -

    તામિલનાડુના 6 શહેરોમાં  5G સર્વિસ લૉન્ચ કરી. કોઈમ્બતુર, તિરુચિરાપલ્લી, સેલમ, વેલ્લોરનો સમાવેશ. મદુરાઈ અને હોસુરમાં પણ 5G સર્વિસ લૉન્ચ કરી.

    Tata Motors  -

    ટાટા મોટર્સે ધ મેજિક EV, ધ પ્રાઇમ e28 અને અલ્ટ્રા e.9થી પડદો ઉપાડ્યો. ટાટા મોટર્સે હાઇડ્રોજન ફ્યુલ સેલ ટ્રક પરથી પડદો ઉપાડ્યો. ઓટો એક્સપોમાં Curvv ઇલેક્ટ્રિક SUV નું કર્યું પ્રદર્શન. ટાટા સન્સના ચેરમેન N ચંન્દ્રાએ કહ્યુ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ટાટા મોટર્સનું રોકાણ નોંધપાત્ર રહેશે.

    CONCOR માટે EOI મંગાવશે -

    સરકાર CONCORમાં વિનિવેશ માટે આ મહિને EOI મંગાવી શકે. ગ્રુપ ઓફ મિનિસ્ટરની મંજૂરી બાદ CONCORના EOI મંગાવવામાં આવશે.

    Stove Kraft -

    Stove Kraft ના CEO રાજીવ નીતીન મહેતાએ રાજીનામું આપ્યુ.

    Cigniti Technologies -

    LambdaTest સાથે કરાર કર્યા. ગ્લોબલ કંપનીઓને ડિજિટલ સર્વિસ પૂરી પાડવા કરાર કર્યા. ડિજિટલ એશ્યોરન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સર્વિસ પૂરી પાડશે.

    Century Textiles -

    16 જાન્યુઆરીએ બોર્ડ બેઠકનું આયોજન છે. NCD દ્વારા ₹400 કરોડ એકત્ર કરવા વિચાર કરશે.

    Railtel -

    પુડ્ડુચેરી સરકાર પાસેથી ₹170 કરોડનો ઓર્ડર મળ્યો.

    HUL -

    Zywie વેન્ચર્સના 51% હિસ્સાનું ₹264.28 કરોડમાં અધિગ્રહણ પૂર્ણ કર્યુ.

    DB REALTY -

    રિલાયન્સ કમર્શિયલ ફાઈનાન્સ સાથે ફાઈનલ સેટલમેન્ટ એગ્રીમેન્ટ કર્યા. કંપની ધિરાણકર્તાને ₹185.6 કરોડ ચુકવશે. સબ્સિડરી ગોરેગાંવ હોટેલ ધિરાણકર્તાને ₹214.4 કરોડ ચુકવવા તૈયાર છે.

    IIFL Wealth -

    19મી જાન્યુઆરીએ કંપનીની બોર્ડ બેઠક મળશે. વચગાળાના ડિવિડન્ડ, સ્ટોક સ્પ્લિટ કે બોનસ પર ચર્ચા થશે.

    Route Mobile -

    શ્રીલંકાની અગ્રણી મોબાઈલ નેટવર્ક કંપની સાથે કરાર કરશે. SMS ફાયરવોલ અને કનેક્ટિવિટી સર્વિસ આપશે કંપની. 2 વર્ષ સુધી કંપનીના એક્લક્ઝુલીવ પાર્ટનર હશે રૂટ મોબાઈલ.

    PB Fintech -

    સબ્સિડરી PB ફાઈનાન્શિયલ એકાઉન્ટ એગ્રીગેટરને મંજૂરી મળી. RBIએ એકાઉન્ટ એગ્રિગેટરના બિઝનેસ માટે આપી મંજૂરી.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 12, 2023 9:03 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.