Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર - stocks in news in which top stocks will there be movement today keep an eye | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અપડેટેડ 02:13:36 PM Jan 11, 2023 પર
Story continues below Advertisement
     
     
    live
    Volume
    Todays L/H
    More

    બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

    RELIANCE -

    રિલાયન્સ Jioએ આસામમાં 5G સર્વિસ લૉન્ચ કરી. Jioએ 4 રાજ્યો સાથે 7 શહેરોમાં 5G સર્વિસ લૉન્ચ કરી. Jio આસામમાં 5G રોલઆઉટ પર ₹2500 કરોડ રોકાણ કરશે. હાલ સુધીમાં ₹9500 કરોડનું રોકાણ કર્યું છે. Jio ડિસેમ્બર સુધીમાં રાજ્યના બધા જ શહેરોમાં 5G સર્વિસ લૉન્ચ કરશે.

    DEFENCE STOCKS -

    DACએ આર્મી & નેવીના ₹4276 કરોડના ખરીદીના પ્રસ્તવાને આપી મંજૂરી. એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર માટે એન્ટી ટેન્ક મિસાઈલ ખરીદશે. મિસાઈલ લોન્ચર અને અન્ય સપોર્ટ ઈક્વિપમેન્ટ ખરીદવા મંજૂરી. નેવીના શિવાલીક ક્લાસ શિપ્સ અને નેક્સ્ટ જનરેશન મિસાઈલ વેસલમાં હથિયાર માટે મંજૂરી. શિપમાં બ્રહ્મોસ મિસાઈલના લોન્ચર માટે ખરીદીને મંજૂરી. શિપમાં ફાયર કન્ટ્રોલ સિસ્ટમની ખરીદી માટે મંજૂરી.

    Adani Wilmar Q3 -

    કંપનીના તમામ સેગમેન્ટમાં મજબૂત વૉલ્યુમ ગ્રોથ જોવા મળ્યો. વિવિધ પ્રોડક્ટ કેટેગરીમાં કંપનીનો માર્કેટ શેર વધ્યો. ડિસ્ટ્રિબ્યુશન વધવાથી કંપનીનો ગ્રોથ સારો રહ્યો. ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં પહોંચ વધતા ગ્રોથ વધ્યો. Q3માં પેક્ડ ઓઈલના વેચાણમાં ડબલ ડિજીટ ગ્રોથ જોવા મળ્યો. Q3માં પેક્ડ ઓઈલની સંસ્થાકીય માગમાં ઘટાડો જોવા મળ્યો. સારા ડિસ્ટ્રિબ્યુશન અને નવા બજારોમાં પ્રવેશથી ફૂડ બિઝનેસમાં સારો ગ્રોથ છે. લક્ષ્ય આધારીત પગલાને કારણે રાઈસ બિઝનેસમાં સારો ગ્રોથ રહ્યો. પશ્વિમ બંગાળમાં Fortune બ્રાન્ડના નોન-બાસમતી ચોખા લૉન્ચ કર્યા. Q3માં બેસન અને કઠોળ, સાકરમાં મજબૂત વોલ્યુમ ગ્રોથ મજબૂત રહ્યો. Soya Nuggets & Personal Care બિઝનેસમાં પણ વોલ્યુમ ગ્રોથ સારો રહ્યો.

    Hot Stocks: આજના ત્રણ ટૉપ શોર્ટ ટર્મ કૉલ્સ જેમાં 3-4 સપ્તાહમાં મલી શકે છે 187 ટકા સુધી રિટર્ન

    ROSSARI BIOTECH -

    ROSSARI BIOTECH એ સબસિડરીનુ નામ બદલીને ROSSARI CONSUMER ProductS કર્યુ.

    TATA MOTORS -

    સબ્સિડરીએ ફોર્ડના સાણંદના ઉત્પાદન પ્લાન્ટનું અધિગ્રહણ પૂર્ણ કર્યું. સબ્સિડરી પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીએ અધિગ્રહણ પૂરૂ કર્યું. ટાટા મોટર્સની સબ્સિટરી કંપની છે પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી.

    ADANI PORTS -

    ઈઝરાયલ સરકાર પાસેથી Haifa પોર્ટનું અધિગ્રહણ પૂરૂ કર્યું.

    PC JEWELLERS -

    વર્ષ દર વર્ષના આધાર પર Q3 માં સ્થાનિક ટર્નઓવર 38% વધી ₹829.10 કરોડ. બિહારના કટિહારમાં નવો ફ્રેન્ચાઈઝી શોરૂમ ખોલ્યો.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Jan 11, 2023 8:37 AM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.