બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Zee/IndusInd Bank -
NCLTએ ઝી એન્ટરટેનમેન્ટ વિરુદ્ધ અરજી સ્વિકારી. ઈન્ડસઈન્ડ બેન્કની નાદારીની અરજી સ્વિકારી. રૂપિયા 83 કરોડના લોન ડિફોલ્ટનો છે મામલો. પુનિત ગોયનકાનું નિવેદન સોની સાથે મર્જર સમય પર પુરુ કરવા જરૂરી પગલા લઈ રહ્યા છીએ.
Hero MotoCorp -
કંપનીએ પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓપરેશન શરૂ કર્યું. બેંગાલુરૂ, દિલ્હી અને જયપુરમાં ઓપરેશન શરૂ કર્યું. 50 જગ્યાઓ પર 300 ચાર્જિંગ પાઈન્ટ્સ લગાડ્યા.
Tata Steel -
21 ફેબ્રુઆરીએ ₹300 કરોડમાં NINLના 4.68 લાખ શેર ખરીદ્યા. NINL એટલે કે Neelachal Ispat Nigam Ltd. NINL નો કંપનીએ રોકાણનો પહેલો તબક્કો પૂરો કર્યો. ડીલ બાદ NINLમાં હિસ્સો વધીને 5.23% થશે.
Sonata Software -
ક્વોન્ટ સિસ્ટમ્સનું અધિગ્રહણ કંપની કરશે. કંપનીનું નોર્થ અમેરિકા યુનિટનું અધિગ્રહણ કરશે. ડીલ માટે ક્વોન્ટ સિસ્ટમ્સને $9.5 કરોડની અપફ્રન્ટ ચુકવણી કરશે.
H G Infra/RVNL -
હિમાચલ પ્રદેશમાં RVNL પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બિડ ભરી. RVNLએ પ્રોજેક્ટ ખર્ચ લગભગ `535.2 Cr નો અંદાજ લગાવ્યો હતો. HG ઈન્ફ્રાએ ₹466 કરોડની બિડ ભરી. ભાનુપાલીથી બિલાસપુરબેરીની નવી રેલ્વે લાઇન ડેવલપ કંપની કરશે.
Gujarat Gas -
PNG-ind ભાવ ₹1.5/scm વધારી ₹49.5/scm કર્યો. પ્રોપેનનો ભાવ વધારીને ₹58/scm કર્યો. LPG નો ભાવ ₹50/scm થયો.
Lemon Tree -
ભોપાલમાં 47-રૂમની હોટેલના લાયસન્સ માટે કરાર કર્યા. હોટેલ ડિસેમ્બર 2023 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
Sandur Manganese -
મેંગેનીઝ ઓરનું ઉત્પાદન વધારવા મંજૂરી મળી. ઉત્પાદન 2.86 લાખ ટનથી વધારીને 5.82 લાખ ટન કરવા મંજૂરી મળી. સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી પાસેથી મંજૂરી મળી. રાજ્ય પ્રદૂષણ બોર્ડ અને મોનિટરિંગ કમિટીની મંજૂરી બાદ ઉત્પાદન શરુ થશે. આગામી નાણાકીય વર્ષથી ઉત્પાદન શરૂ કરવાની યોજના છે.
Elantas beck -
અંકલેશ્વર પ્લાન્ટમાં ક્ષમતા વિસ્તાર માટે મંજૂરી મળી. GPCB પાસેથી ક્ષમતા વિસ્તાર માટે મંજૂરી મળી. GPCB એટલે કે ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ છે. કંપની વાર્ષિક ધોરણે 25,000/mt ક્ષમતા વધાશે.