બજાર » સમાચાર » આજનો વેપાર

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 27, 2021 પર 08:47  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Tata Motors -
જૂન ક્વાર્ટરમાં કંપનીની ખોટ રૂ .4,450.92 કરોડ પર આવી છે, જે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ક્વાર્ટરમાં રૂ. 8,437.99 કરોડ છે.

આ સમયગાળા દરમિયાન કંપનીનું નુકસાન અપેક્ષા કરતા ઘણું વધારે રહ્યું છે. સીએનબીસી-ટીવી 18 ના મતદાનમાં પ્રથમ ક્વાર્ટરમાં કંપનીના ખોટનો અંદાજ 1,379 કરોડ રૂપિયા હતો.

આ સમયગાળા દરમિયાન કંપનીની એકીકૃત આવક નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 31,983.06 કરોડ રૂપિયાની સરખામણીએ વાર્ષિક ધોરણે બમણી થઈને 66,406.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સીએનબીસી-ટીવી 18 ના મતદાન અનુસાર આ સમયગાળા દરમિયાન કંપનીની આવક 65,451 કરોડ રૂપિયા રહેશે.

BIOCON -
બાયોકોન બાયોલોજીક્સને મળ્યું લાઈસન્સ. કોરોનાની દવા માટે મળ્યું લાઈસન્સ. US સ્થિત Adagio Therapeutics પાસેથી મળ્યું. ADG20 ઉત્પાદન અને કમર્શિયલાઈઝ કરશે. ADG20 એન્ટિબોડી આધારાતી દવા છે. ભારત અને અન્ય ઈમર્જિંગ માર્કેટ્સ માટે કરાર છે.