બજાર » સમાચાર » આજનો વેપાર

Stocks in News: સમાચારો વાળા શેર, તેનાથી ના ચૂકતા નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 29, 2021 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Maruti -
વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીને 440.8 કરોડ રૂપિયાનો નફો થયો છે જ્યારે CNBC-TV18 poll ના મુજબ તેના 675.7 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની આ ક્વાર્ટરમાં કંપનીને 249.4 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 4 ગણી વધીને 17,770.7 કરોડ રૂપિયા રહી છે. જ્યારે CNBC-TV18 poll ના મુજબ તેના 17,929 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતુ. જ્યારે છેલ્લા નાણાકીય વર્ષની આ ક્વાર્ટરમાં કંપનીને 4,106.5 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 2021-22 ના પહેલા ક્વાર્ટરમાં કંપનીના EBITDA 821 કરોડ રૂપિયા રહ્યા જ્યારે CNBC-TV18 poll ના મુજબ તેના 1,006 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન હતો. જ્યારે ગત નાણાકીય વર્ષની આ ક્વાર્ટરમાં કંપનીને 863.4 કરોડ રૂપિયાના EBITDA ખોટ થઈ હતી.

Nestle -
નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લેનો નફો 10.7 ટકા વધીને 538.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લેનો નફો 486.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 બીજા ક્વાર્ટરમાં નેસ્લેની આવક 14 ટકા વધીને 3476.7 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2021 બીજા ક્વાર્ટરમાં નેસ્લેની આવક 3050.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં નેસ્લેના એબિટા 747.6 કરોડ રૂપિયાથી વધીને 848 કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટા માર્જિન 24.5 ટકાથી ઘટીને 24.4 ટકા રહ્યા છે.

MGL -
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં મહાનગર ગેસનો નફો 4.1 ટકા ઘટીને 204.1 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં મહાનગર ગેસનો નફો 212.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2022 પહેલા ક્વાર્ટરમાં મહાનગર ગેસની આવક 14.2 ટકા વધીને 615 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2021 પહેલા ક્વાર્ટરમાં મહાનગર ગેસની આવક 717.6 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં મહાનગર ગેસના એબિટા 316.2 કરોડ રૂપિયાથી ઘટીને 304.1 કરોડ રૂપિયા થઇ ગયા છે તો એબિટા માર્જિન 44.1 ટકાથી વધીને 49.4 ટકા રહ્યા છે.

United Breweries -
નાણાકીય વર્ષ 2022 ના પહેલા ક્વાર્ટરમાં યુનાઈટેડ બ્રુઅરીઝનો નફો વધીને 30.8 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2021 ના પહેલા ક્વાર્ટરમાં યુનાઈટેડ બ્રુઅરીઝને 114.3 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2022 પહેલા ક્વાર્ટરમાં યુનાઈટેડ બ્રુઅરીઝની આવક વધીને 1,118 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2021 પહેલા ક્વાર્ટરમાં યુનાઈટેડ બ્રુઅરીઝની આવક 506.8 કરોડ રૂપિયા રહી હતી.

USFDA -
USFDAએ Barcitinibને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી. નવેમ્બરમાં Remdesivirની સાથે ઉપયોગની મંજૂરી આપી હતી. એલી લીલીએ ભારતની 6 કંપની સાથે કરાર કર્યા છે. કંપનીઓ પર પોઝિટિવ અસર આવી શકે છે.