બજાર » સમાચાર » આજનો વેપાર

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Mon, 26, 2021 પર 08:59  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

RELIANCE INDUSTRIES પર ફોકસ -

RELIANCE INDUSTRIES ના પરિણામ અનુમાન પર ખરા ઉતર્યા. પહેલા ક્વાર્ટરમાં કંપનીના CONSOLIDATED નફો 66% થી વધારે વધ્યા છે. EBITDA માં પણ આશરે 28% નો વધારો જોવાને મળ્યો છે. રિટેલ કારોબારના PROFIT બે ગણાથી વધારી છે. જ્યારે DIGITAL SERVICES ના EBITDA રેકૉર્ડ 9268 કરોડ પર પહોંચ્યા છે.

ITC Q1 YoY પર ફોક્સ -

સિગરેટ, એફએમસીજીથી લઈને હોટલના વ્યવસાય સુધી, આઇટીસીનો નફો જૂન ક્વાર્ટરમાં વધીને 3,013.5 કરોડ થયો છે. પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો નફો 2,342.76 કરોડ રૂપિયા હતો.

નાણાકીય વર્ષ 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, કંપનીની ઓપરેટિંગ આવક 36.4 ટકા વધીને રૂપિયા 12,959.15 કરોડ થઈ છે. એક્સાઈઝ ડ્યુટી હટાવ્યા પછી, કંપનીની આવક વાર્ષિક ધોરણે 37.1 ટકા વધીને રૂ 12,217.13 કરોડ થઈ છે. કંપનીની મહત્તમ આવક સિગારેટ, એફએમસીજી અને કાગળના સેગમેન્ટમાંથી થઈ છે.

આઇટીસીએ જણાવ્યું કે સિગરેટનો ધંધો વાર્ષિક ધોરણે 32.9 ટકા વધીને રૂ. 5,122.19 કરોડ થયો છે. આ સાથે, કંપનીની ઇબીઆઈટી 36.7 ટકા વધીને 3,220.94 કરોડ રૂપિયા થઈ છે.

ફોક્સમાં JSPL -

JPL ના વિનિવેશ માટે બિડિંગ પ્રક્રિયા અપનાવશે. Worldone થી ₹7401 કરોડ રૂપિયાની નવી બોલી મળી છે.