બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેરો પર રાખશો આજે નજર

ના રોજ પ્રકાશિત Tue, 30, 2018 પર 08:27  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટેક મહિન્દ્રા -
અનુમાનથી ઘણું સારું પ્રદર્શન, નફો ઘટવાના સ્થાને 12.5% વધ્યો. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો. ડૉલર આવક ગ્રોથ પણ 3% નજીક છે.

આઈઓસી -
આજે પરિણામ, બોર્ડ બૉનસ ઇશ્યુ પર નિર્ણય લઈ શકે.

મોઇલ -
બાયબેક પર 5 ફેબ્રુઆરીએ બોર્ડ બેઠક છે.

બીઈએલ -
બીઈએલની બાયબેક પર આજે બોર્ડ બેઠક.

વૉકહાર્ટ -
પરિણામ મિશ્ર, માર્જનમાં સુધારાથી જોકે પોઝિટિવ સેન્ટિમેન્ટ સંભવ છે. ખોટ ઘટી, આવક લગભગ ફ્લેટ છે.

લૉરસ લૅબ્સ -
ખરાબ પરિણામ, નફો 22.5% ઘટ્યો. આવક પણ 6% ઘટી, માર્જિન નરમ છે. યુનિટ-2માં USFDAની તપાસ પર ફોકસ રહેશે.

ઇમામી -
વોલ્યુમ ગ્રોથ નબળી, 12%ના અનુમાન સામે ફક્ત 6% પર છે. હરિફોની સરખામણીમાં વોલ્યુમ ગ્રોથમાં કંપની ઘણી પાછળ છે. નફો, આવક વધ્યા પણ માર્જિનમાં નરમાશ છે.

બાયોકૉન -
ડાયાબિટીઝની દવાને યૂરોપિયન રેગુલેટરથી જલ્દી જ મંજૂરી શક્ય. યૂરોપિયન રેગુલેટરના સલાહકારે દવાની મંજૂરી માટે ભલામણ કરી. કંપનીએ માયલન સાથે મળીને દવા તૈયાર કરી.

કેપીઆઈટી ટેક્નૉલોજી -
કેપીઆઈટી અને બિરલાસોફ્ટે ડીલની ઘોષણા કરી. $700 Mnથી મોટી સાઇઝની ભાગીદારી હેઠળની અલગ કંપની બનાવશે. થોડા સમય બાદ આ કંપનીને અલગ-અલગ 2 ભાગમાં ડિમર્જ કરશે. ડીલ બાદ બે નવી કંપનીઓ કાર્યરત થશે. ઑટોમોટિવ એન્જીનિયરિંગ-મૉબિલિટી સૉલ્યુશનમાં એક કંપની કામ કરશે. અન્ય કંપની ડિજીટલ IT સર્વિસિસમાં કામ કરશે.