બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેરો પર રાખશો આજે નજર

ના રોજ પ્રકાશિત Wed, 16, 2018 પર 08:31  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બ્રિટાનિયા -
અનુમાન મુજબ મજબૂત ગ્રોથના આંકડા છે. બે આંકડામાં વોલ્યુમ ગ્રોથથી આવકને ટેકો, વોલ્યુમ ગ્રોથ-11% છે. નફો 25% જેટલો વધ્યો. ગ્રામિણ વિસ્તારમાં ડિસ્ટ્રિબ્યુશન સુધાર્યું છે.

સિન્જીન/બાયૉકોન -
સિન્જીનની પ્રમોટર કંપની બાયૉકોન 2% હિસ્સો એટલે કે 40 લાખ શૅર્સ વેચશે. ઑપન માર્કેટ ટ્રાન્ઝેક્શન મારફત ઘટાડશે હિસ્સો. શૅરહોલ્ડિંગ નિયમોના અનુસરણ હેઠળ નિર્ણય છે. આજથી પ્રક્રિયા શરૂ કરી શકે કંપની.

સિન્ડીકેટ બેન્ક -
ક્વાર્ટર 4ના આંકડામાં અન્ય પીએસયુ બેન્કની જેમ જ મોટી ખોટ જાહેર કરી. ખોટ રૂપિયા 2195.1 કરોડ પર રહી, વ્યાજની આવકમાં પણ 9.8%નો ઘટાડો. વાર્ષિક અને ત્રિમાસિક ધોરણે પ્રોવિઝન્સ વધ્યા. ગ્રોસ અને નેટ એનપીએમાં પણ ઉછાળો છે.

એન્ડ્યોરન્સ ટેક -
ખૂબ જ મજબૂત પરિણામ, આવક-નફો 30%ને પાર વધ્યા. ભારતીય અને યુરોપિયન કારોબારમાં મજબૂત ગ્રોથ છે. બજાજ ઑટો તરફથી પણ ઓર્ડર્સમાં વૃદ્ધિને કારણે ટેકો છે. કંપનીની 50% આવક બજાજ ઑટો તરફથી થાય છે.

રિલાયન્સ કમ્યુનિકેશન્સ -
NCLTએ એરિકસન દ્વારા કરવામાં આવેલી ઇન્સોલ્વન્સીની અરજી મંજૂર કરી. કંપનીએ એરિક્સનને રૂપિયા 1155 કરોડ ચૂકવવાના છે. 2014માં RCom-એરિક્સન વચ્ચે નેટવર્ક સંચાલન માટે 7 વર્ષનો કરાર થયો હતો. NCLTના ઓર્ડર બાદ રિલાયન્સ કમ્યુનિકેશન્સ વધુ પગલાં લેશે.

એમઆરપીએલ -
ખરાબ પરિણામ, નફો 44% જેટલો ઘટ્યો. અન્ય આવક લગભગ બમણી થઈ હોવા છતાં નફામાં ઘટાડો નોંધાયો. રૂપિયા 150 કરોડની ફોરેક્સ ખોટ થતાં નફા પર અસર જોવા મળી. જીઆરએમ ત્રિમાસિક ધોરણે $9.3/bblથી ઘટી $7.9/bbl પર છે.

જેએચએસ સ્વેનગાર્ડ -
આવકમાં 38%નો ઉછાળો, નફો જોકે 84% જેટલો ઘટ્યો. ગયા વર્ષે ટેક્સ ક્રેડિટને લીધે નફો ઊંચો હોવાથી આંકડાકીય ઘટાડો નોંધાયો. એબિટડા 14% વધ્યો, પણ માર્જિન 12.7%થી ઘટી 10.5% પર છે.