બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેર્સ પર રાખશો આજે નજર

ના રોજ પ્રકાશિત Thu, 19, 2018 પર 08:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

પેન્ટ્સ/સિમેન્ટ સ્ટૉક્સ -
જીએસટી કાઉન્સીલ પેન્ટ્સ અને સિમેન્ટ પરના દર ઘટાડી શકે. આ શનિવારે થશે જીએસટી કાઉન્સીલની બેઠક છે. પેન્ટ્સ અને સિમેન્ટ પર 28%ના જીએસટી દર છે. ઘણા સમયથી બન્ને પ્રોડક્ટ્સ પર દર ઘટાડવાની માંગ છે.

માઇન્ડટ્રી -
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ 8.2% પર છે. ફરી એક ત્રિમાસિકમાં ઘણી સારી ગ્રોથ જોવા મળી. આવકની ગ્રોથ ક્વાર્ટર 2માં નરમ જોવા મળી શકે. ક્વાર્ટર 2માં માર્જિનમાં સુધારો જોવા મળી શકે. ડિજીટલ કારોબાર આવક ત્રિમાસિક ધોરણે 12% વધી, કુલ આવકમાં 47.5% હિસ્સો છે.

જેકે ટાયર -
કંપની ખોટમાંથી નફામાં આવી. માર્જિનમાં પણ જોરદાર પ્રદર્શન છે. આવકમાં 35%નો ઉછાળો જોવા મળ્યો.

એવિએશન સ્ટૉક્સ -
વર્ષ દર વર્ષના આધાર પર જૂનમાં એર પેસેન્જર ટ્રાફિક ગ્રોથ 18.4% પર છે. ગયા વર્ષે ખરાબ પેસેન્જર ગ્રોથના આંકડા બાદ આ વખતે રાહત છે. સ્પાઇસજેટ 93.3% લોડ ફેક્ટર સાથે સૌથી આગળ છે. ઇન્ડિગોનો માર્કેટ શૅર વધીને 41.3% પર છે.

મહિન્દ્રા સીઆઈસી -
આવકમાં 45%નો ઉછાળો, નફો અઢીગણો થયો. માર્જિન પણ 9.5%થી વધી 12.5% પર જોવા મળ્યા.

કેડિલા હેલ્થકેર -
શૅરહોલ્ડર્સ પાસેથી રૂપિયા 10,000 કરોડ ઊભા કરવાની મંજૂરી છે. કંપનીએ ક્વાર્ટર 4માં કહ્યું હતું કે મૂડી ઊભી કરવાની વિચારણા છે. કંપની મૂડીનો શું ઉપયોગ કરશે એના પર અનિશ્ચિતતા છે.

ઇરિગેશન/પમ્પ સ્ટૉક્સ -
સીસીઈએ દ્વારા ઇરિગેશન પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 3830 કરોડના સ્પેશલ પૅકેજને મંજૂરી છે. મહારાષ્ટ્રમાં સિંચાઈને લગતા પ્રોજેક્ટ્સ પૂરા કરવા માટે પૅકેજ છે. દુકાળગ્રસ્ત વિસ્તારમાં કુલ 91 પ્રોજેક્ટ્સ માટે પૅકેજ મળ્યું.