બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેર્સ પર રાખશો આજે નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Thu, 09, 2018 પર 08:42  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

યુએફઓ મુવિઝ -
ખૂબ જ ખરાબ પરિણામ, જાહેરાતની આવકમાં મોટી નરમાશ. ઑવરઓલ આવક 13% ઘટી, નફો પણ અડધો થયો. ઓપરેટિંગ ખર્ચ વધતાં માર્જિનમાં પણ ઘટાડો થયો.

બીપીસીએલ -
ઇન્વેન્ટરી ગેન્સને લીધે પરિણામ અનુમાન કરતાં સારા. નફો ઘટ્યો, પણ અનુમાન કરતાં ઓછો ઘટાડો. કોચી રિફાઇનરીમાં નરમાશથી જીઆરએમ જોકે અનુમાન કરતાં નરમ રહ્યા. રૂપિયા 710 કરોડની ફોરેક્સ ખોટને લીધે પણ નફા પર નેગેટિવ અસર છે.

એચપીસીએલ -
જોરદાર પરિણામ, ફોરેક્સ ખોટ છતાં નફો અનુમાનથી વધુ. અન્ય ખર્ચમાં વધારા છતાં માર્જિન પણ અનુમાનથી ઘણા સારા. GRM $7.15/bbl પર, ત્રિમાસિક ધોરણે મોટો ઉછાળો છે. કંપનીએ કહ્યું કે ઊંચા GRM અને ઇન્વેન્ટરી ગેન્સથી માર્જિન સારા છે.

થર્મેક્સ -
આવક અનુમાન કરતાં સારી, પણ નફો ધારણા કરતાં ઓછો છે. માર્જિનમાં નરમાશને લીધે નફા પર નેગેટિવ અસર છે. ઓર્ડર ઇનફ્લો 14% જેટલો ઘટ્યો. એનર્જી સેગ્મેન્ટમાં નરમાશ, એન્વાયર્નમેન્ટ કારોબારમાં મામુલી ઉછાળો છે. અન્ય ખર્ચને લીધે EBITDA અનુમાનથી નરમ, વેચવાલીની સલાહ છે.

મિંડા ઇન્ડસ્ટ્રીઝ -
ખૂબ જ સારા પરિણામ, જબરજસ્ત આવકની ગ્રોથ સાથે ટેકો. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો. સ્વિચ કારોબારનું વેચાણ લગભગ બમણું થયું. અલૉય વ્હીલ કારોબારમાં પણ 70%ને પાર ગ્રોથ છે. ઑવરઓલ નફો 65% જેટલો વધ્યો.

સિમેન્સ -
અનુમાનથી થોડા સારા પરિણામ છે. નફો 26% વધ્યો, માર્જિનમાં પણ સારું પ્રદર્શન. એનર્જી મૅનેજમેન્ટમાં સારું પ્રદર્શન છે. પાવર-ગેસ કારોબારમાં માર્જિનનો સુધારો છે. ઓર્ડર ઇનફ્લો ફ્લેટ, રૂપિયા 2840 કરોડ પર છે.

આરસીએફ -
આવકમાં 25%નો ઉછાળો, સ્થિર વૃદ્ધિ જોવા મળી છે. નફો 12% જેટલો વધ્યો, માર્જિનમાં પણ સુધારો.

નાલ્કો -
ખૂબ જ સારા પરિણામ, અનુમાનથી જબરજસ્ત સારું પ્રદર્શન છે. એલ્યુમિનાના ભાવવધારાથી ખૂબ જ પોઝિટિવ અસર છે. અન્ય ખર્ચ ઓછો થયો હોવાને લીધે પણ નફો અનુમાનથી સારો છે. અન્ય આવક વધતાં નફામાં પણ જોરદાર ઉછાળો.