બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા શેર્સ પર રાખશો આજે નજર

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 09:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

જુબિલન્ટ ફૂડવર્કસ -
જુબિલન્ટ ફૂડવર્કસના પ્રમોટર્સે રોયલ્ટી આપવાનો નિર્ણય પાછો ખેંચ્યો. જુબિલન્ટ ફૂડવર્કસથી 0.25% રોયલ્ટી આપવાનો નિર્ણય પાછો લીધો. પ્રમોટપ જુબિલન્ટ એન્પ્રોએ 5 કલાકમાં નિર્ણય ફેરવ્યો. ગઇકાલે શેરમાં આવેલા મોટા ઘટાડાને બાદ નિર્ણય પાછો લીધો.

જુબિલન્ટ ફૂડવર્કસ પર સીએલએસએ -
સીએલએસએએ જુબિલન્ટ પર ખરીદદારીની સલાહ આપી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1600 રાખો.

જુબિલન્ટ ફૂડવર્કસ પર ડૉઇશ બેન્ક -
ડૉઇશ બેન્કે જુબિલન્ટ પર ખરીદદારીની સલાહ આપી. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1700 રાખો. રૉયલ્ટીની ચિંતા દૂર થવાથી પોઝીટીવીટી જોવા મળી.

જુબિલન્ટ ફૂડવર્કસ પર મૅકવાયરી -
મૅકવાયરીએ જુબિલન્ટ પર આઉટપર્ફોમની સલાહ યથાવત રાખી છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1780 રાખો. રૉયલ્ટીનો નિર્ણય પાછો ખેંચવો રોકાણકારો માટે ફાયદાકારક છે.

ટાટા કેમિકલ્સ -
નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કેમિકલ્સનો નફો 68 ટકા ઘટીને 266 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કેમિકલ્સનો નફો 831.6 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કેમિકલ્સની આવક 10 ટકા વધીને 2831.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કેમિકલ્સની આવક 2573.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કેમિકલ્સના એબિટડા 562.6 કરોડ રૂપિયાથી ઘટીને 470.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટાટા કેમિકલ્સના એબિટડા માર્જિન 21.9 ટકાથી ઘટીને 16.6 ટકા રહ્યા છે.

એચપીસીએલ -
નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં એચપીસીએલનો નફો 77.3 ટકા ઘટીને 247.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એચપીસીએલનો નફો 1092 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં એચપીસીએલની રૂપિયામાં આવક 6.8 ટકા વધીને 72111.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં એચપીસીએલની રૂપિયામાં આવક 67518.2 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઑક્ટોબર-ડિસેમ્બરમાં એચપીસીએલના એબિટડા 3009 રૂપિયાથી ઘટીને 963.2 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં એચપીસીએલના એબિટ માર્જિન 4.5 ટકાથી ઘટીને 1.3 ટકા રહ્યા છે.

પ્રાજ ઈન્ડસ્ટ્રી/ઈન્ડિયા ગ્લાયકોલ/બલરામપુર ચીની/ત્રિવેણી એન્જિનિયરિંગ/અવધ શુગર -
શુગર મિલોને રાહતની શક્યતા. ઇથેનોલ પ્લાન્ટ લગાવવા પર સબ્સિડીને મળી મંજૂરી. ખાદ્ય મંત્રાલયે પ્રસ્તાવને મંજૂરી આપી. કેબિનેટમાં મોકલવામાં આવ્યો ઠરાવ. આજે સાંજે કેબિનેટની મંજૂરી શક્ય. શુગર મિલ સિવાયની કંપનીઓને પણ મળશે સોફ્ટ લોન. મોલાસિસથી સીધુ ઇથેનોલ બનાવવા પર સોફ્ટ લોન. લોનના વ્યાજમાં મહત્તમ વાર્ષિક 5%ની છૂટ. વ્યાજમાં છૂટ 5 વર્ષ માટે મળશે. લગભગ 12000 કરોડની સોફ્ટ લોન આપવાનો પ્રસ્તાવ. રૂપિયા 1300 કરોડ વ્યાજ સબ્સિડી આપવાનો પ્રસ્તાવ.

ટોરેન્ટ પાવર -
નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરનો નફો 15.6 ટકા વધીને 238.2 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરનો નફો 206 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરની આવક 18.4 ટકા વધીને 3253.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરની આવક 2748.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરના એબિટડા 794 કરોડ રૂપિયાથી ઘટીને 736.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરના એબિટડા માર્જિન 28.9 ટકાથી ઘટીને 22.6 ટકા રહ્યા છે.